તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભુજમાંથી બાઇક ચોરી કરનાર આદિપુરનો આરોપી પકડાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટર સાઇકલ સાથે તસ્કરને પકડી પોલીસે ભેદ ઉકેલ્યો

ભુજ શહેરમાં ગત જુન માસમાં બાઇકની ચોર કરનાર આદીપુરના આરોપીને ચોરાઉ બાઇક સાથે ઝડપી પાડી એ ડિવિઝન પોલીસે ચોરીનો ભેદ ઉકેલી લીધો છે.એ.એસ.આઇ કિશોરસિંહ જાડેજાને બાતીમ મળતી હતી કે, ભુજમાંથી ચોરાયેલી બાઇકની હાલ આદીપુર ખાતે મળી આવી છે. જેથી એ ડિવિઝન પોલીસની એક ટીમ આદીપુર જઇને આદીપુર નવા બસ સ્ટેશન પાસે કેશવનગરમાં રહેતા સાગર હરગોવિંદ નાઇ (ઉ.વ.24)ને ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો હતો.

આરોપીને ભુજ પોલીસ મથકે બોલાવીને પુછતાછ કરતાં મોટર સાયકલ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આરોપી સાગર વિરૂધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી. પકડાયેલા આરોપી સામે ત્રણ વર્ષ અગાઉ અંજાર પોલીસે મથકમાં આરોપી વિરૂધ લુંટ ધાડનો ગુનો નોંધાયો છે ત્યારે આરોપી કોઇ અન્ય ગુનાને અંજામ આપ્યો છે કે, નહી તે સહિતની વિગતો જાણવા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માધાપર હાઇવે પરથી બાઇકની ઉઠાંતરી
માધાપર હાઇવે પર દુકાન પાસે પાર્ક કરેલી 10 હજારની બાઇક કોઇ અજા્યો શખ્સ ચોરી કરી જતાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. ભુજ માધાપર હાઇવે પર આવેલી આશાપુરા આર્ટ વર્કશોપ નામની દુકાન પાસે પાર્ક કરેલી મોટર સાયકલની કોઇ શખ્સ બુધવારે બપોરે બે વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન ચોરી કરી ગયો હતો. બાઇકની ચોરી અંગે માધાપર જલારામ નગરમાં રહેતા ઉમેશભાઇ શીવકુમાર મોર્યાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...