તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપી ઝડપાયા:રાપરના કાનમેર જૂથ અથડામણમાં હત્યાના ત્રણ આરોપીઓને આડેસર પોલીસે ઝડપી પાડ્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્ષત્રિય અને રજપૂત સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણમાં રજપૂત યુવકનું મૃત્યુ નીપજ્યું હતું

રાપર તાલુકાના કાનમેર ગામે ગુરુવાર સાંજે વિવાદિત જમીન મામલે ક્ષત્રિય અને રજપૂત સમાજના બન્ને પક્ષ સામસામે આવી જતા જૂથ અથડામણ સર્જાઈ હતી તેમાં બન્ને તરફે કુલ 11 જેટલા વ્યક્તિઓ ઘવાયા હતા તેમાં 36 વર્ષીય દાના વજા રાઠોડ નામના રજપૂત યુવકનું બનાવના બીજા દિવસે, ગઈ કાલે મૃત્યુ થતા આ કેસમાં હત્યાનો ગુન્હો ઉમેરાયો હતો જેના આરોપીઓની આજે આડેસર પોલીસે ધરપકડ કરી લીધી હતી.

રાપર તાલુકના આડેસર પોલીસ મથકેથી જાહેર વિગતો મુજબ જૂથ અથડામણમાં હત્યાના આરોપી એવા કાનમેર ગામના બચુભા વનુભા જાડેજા, જયરાજસિંહ ભાઈસાબસિહ જાડેજા અને સાહેબસિહ ખુમાનસિંહ જાડેજાને પીએસઆઇ વાય કે ગોહિલને મળેલી પૂર્વ બાતમીના આધારે કાનમેરની પાસિયા વાડ સીમમાં આવેલી આરોપી બચુભાની વડીએથી પકડી રાઉન્ડપ કરી લેવામાં આવ્યા હતા. પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલના માર્ગદર્શન હેઠળ હત્યાના આરોપીઓને ગણતરીના કલાકોમાજ આડેસર પોલીસે પકડી પાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...