તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂક:અધિક મુખ્ય આરોગ્ય અધિકારી પાસેથી રસીકરણ અધિકારીનો ચાર્જ લઈ લેવાયો

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની આવતાવેંત કાર્યવાહી
 • માધાપરના મેડીકલ ઓફિસરને બનાવી દેવાયા R.C.H.O.

કચ્છ જિલ્લા પંચાયતમાં મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારીની કચેરીના ઈનચાર્જ સી.ડી.અેચ.ઓ. ડો. પ્રેમકુમાર કન્નરે કોરોનાના પ્રકોપ સામે નોંધનીય કામગીરી બજાવ્યા બાદ પૂર્ણકાલિન સી.ડી.અેચ.અો. તરીકે ડો. માઢકની નિમણૂક કરાઈ છે. જેમણે અાવતાવેત અાશ્ચર્યજનક રીતે અધિક જિલ્લા અારોગ્ય અધિકારી પાસેથી અાર.સી.અેચ.અો. અેટલે કે રસીકરણ અધિકારીનો પણ ચાર્જ લઈ લીધો છે અને માધાપરના મેડીકલ અોફિસર કીર્તિકુમાર સીજુને ઈનચાર્જ બનાવી દીધા છે.

મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી ડો. પંકજકુમાર પાંડે નિવૃત થયા બાદ અધિક જિલ્લા અારોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરને ઈનચાર્જ મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી બનાવાયા હતા. જેમના સી.ડી.અેચ.અો. તરીકેના કાર્યકાળમાં જ વૈશ્વિક મહામારી કોરોનાઅે સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ પ્રવેશ કર્યો હતો અને લોક ડાઉન અનલોક થતા જ ટ્રાવેલ હિસ્ટ્રીના કેસને કારણે પગદંડો જમાવ્યો હતો. જોકે, અે દરમિયાન તેમણે નોંધનીય કામગીરી બજાવી હતી.

પરંતુ, કોરોનાના કેસના સમાચારોમાં અવારનવાર તેમના નામનો પણ ઉલ્લેખ થતો હોઈ લોક પ્રતિનિધિઓ સાથે ઉચ્ચ અધિકારીઅોને પણ પસંદ પડ્યું ન હતું, જેથી તેમના વિરુદ્ધ ખટપટ શરૂ થઈ ગઈ હતી. અે અેમની પાસેથી અેક પછી અેક સત્તા અધિકાર ઉપર કાપ મૂકવાની નીતિ અપનાવાઈ હતી. જે દરમિયાન કચ્છમાં કોરોના પોઝિટિવક કેસમાં સતત ઘટાડો થવા લાગ્યો અને બીજી બાજુ કોરોના વિદાય ભણી અાગળ વધ્યો ત્યારે પૂર્ણકાલિન સી.ડી.અેચ.અો. તરીકે ડો. માઢકની નિમણૂક થઈ છે.

જેમણે પણ કોરોના સામે રક્ષણ અાપતી કોવિશીલ્ડ રસીકરણની નોંધનીય કામગીરી સંભાળતા અધિક જિલ્લા અારોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર પાસેથી રસીકરણ અધિકારીની કામગીરી પણ લઈ લીધી છે, જેથી જાતજાતની અટકળો થવા લાગી છે.

ખટપટમાં કોરોના વકર્યો, જોજો હવે રસીકરણ ન ખોટકાય
ઈનચાર્જ મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારીના સત્તા અધિકાર ઉપર કાપ મૂકવાની ખટપટમાં અંકુશમાં રહેલો કોરોના વકર્યો હતો. હવે અધિક જિલ્લા અારોગ્ય અધિકારી તરીકે પણ ટૂંકો કરવામાં ક્યાંક રસીકરણ ન ખોટપાય તો સારું અેવું કર્મચારીઅોમાં ચર્ચાઈ રહ્યું છે. કેમ કે, લક્ષ્યાંક પાર પાડવામાં કર્મચારીઅોને ફરજિયાત રસી લેવા માનસિક દબાણ પણ શરૂ થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો