તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:માધાપરની મેડિકલ એજન્સીનો કર્મી એકટીવા, 68 હજાર રોકડ લઇ છૂ

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એજન્સીનો સંચાલક કામથી અમદાવાદ ગયા ત્યારે 1 માણસ ગુમ અને ફોન બંધ

માધાપરમાં અાવેલી પશુઅોની મેડીકલ અેજન્સીમાં કામ કરતો અેક કર્મચારી રોકડ, બેગ અને અેકટીવા લઇ રફુચક્કર થઇ જતા ભુજ બી ડિવિજન પોલીસ મથકે અેજન્સી સંચાલકે ગુનો નોંધાવ્યો હતો. અેક અેકટીવા કિંમત 20 હજાર, કાઉન્ટરમાં રહેલા 20 હજાર રોકડા, બેગમાંથી 18 હજાર અને અેટીઅેમથી 30 હજાર મળી કુલ 88 હજારની મતા સેરવી ગયો હતો.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ માધાપરના દ્વારકેશ કોમ્પ્લેક્સમાં અાવેલી હેમ અેજન્સી નામની પશુઅોની દવાની મેડીકલ અેજન્સીના સંચાલક હેમલ નરેન્દ્રભાઇ પટેલ (રહે. ભુજ) વાળાઅે તેમની અેજન્સીમાં કામ કરતા મેહુલ તેજપાલ દેવરીયા (રહે. ગોકુલધામ સોસાયટી, માધાપર)વાળા સામે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદી પોતાના કામથી અમદાવાદ ગયા હતા ત્યારે તેમની દુકાને કામ કરતા માણસે ફોન કર્યો હતો કે મેહુલ અેજન્સીની અેકટીવા લઇને ગુમ થઇ ગયો છે તેમજ કેશ કાઉન્ટમાં રહેલા 20 હજાર રોકડા અને બેગ પણ સાથે લઇ ગયો છે જેમાં 18 હજાર રોકડ તેમજ ચેક, અેટીઅેમ કાર્ડ સહિતની સામગ્રી છે.

ફરિયાદીઅે અેકાઉન્ટ ચેક કરતા 10-10 હજારના ત્રણ વ્યવહારથી 30 હજાર રૂપિયા તેણે ઉપાડયા હતા. અામ અેજન્સીના કર્મચારીઅે કેશ કાઉન્ટમાં રહેલી રોકડ 20 હજાર, બેગમાં રહેલી રોકડ 18 હજાર, અેટીઅેમથી ઉપાડેલી રોકડ 30 હજાર અને 20 હજારની કિંમતીન અેકટીવા મળી 88 હજારની માલ મત્તા સાથે ગુમ થઇ જતા બી ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...