તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગટરના ઢાંકણા ખોલનારા કે તોડનારા સામે કાર્યવાહી કરાશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદની સીઝનમાં સમસ્યા નિવારવા પહેલ
  • શહેરીજનોને સહકાર આપવા સી.ઓ.નો અનુરોધ

ચોમાસા દરમિયાન વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તે સમયે ગટરના ઢાંકણા ખોલી કે તોડી નાખવામાં આવે છે. હવેથી આવું કૃત્ય કરનારા સામે પાલિકા દ્વારા નિયમોનુસાર કાર્યવાહી કરાશે તેવી ચીમકી આપતાં ચીફ ઓફિસરે શહેરીજનોને સહકાર આપવા અનુરોધ કર્યો છે.

ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા પેદા થાય ત્યારે જે તે વિસ્તારમાં ગટરના ઢાંકણા ખોલી નાખવાની ચેષ્ટા કરાય છે અને જો ખુલે નહીં તો તોડી પાડવામાં આવે છે તેવું સુધરાઇના ધ્યાને ચડ્યું છે. આવી રીતે ગટરની ચેમ્બર ખોલી નાખવાથી તેમાં વરસાદી પાણીની સાથે કચરો પણ ભરાઇ જાય છે પરિણામે ગટર ચોકઅપ થવાનો પ્રશ્ન પણ ઉભો થાય છે. પાણી ભરાઇ જવાના કિસ્સામાં કે ગટરની ચેમ્બરનું ઢાંકણુ ન હોય અથવા તો પાણી ચોકપ થઇ જાય તેવા કિસ્સામાં કોઇ ફરિયાદ હોય તો મો. નં. 99251 70514 પર સંપર્ક કરવા જણાવાયું છે.

ચોમાસા દરમિયાન શહેરને આ સમસ્યામાંથી મુક્ત રાખવા લોકો સહકાર આપે તેવો અનુરોધ સુધરાઇના મુખ્ય અધિકારીએ કર્યો છે. આગામી સમયમાં જો કોઇ ગટરનું ઢાંકણુ ખોલશે અથવા તો તોડશે તો તેના સામે પાલિકાના બાયલોઝ અનુસાર કાર્યવાહી કરાશે તેમ ચીફ ઓફિસરે પાઠવેલી યાદીમાં જણાવાયું હતું. શહેરમાં જ્યાં વધારે પડતા વરસાદી પાણી ભરાય છે, તેવા વિસ્તારોમાં ગટરની ચેમ્બરના ઢાંકણા તોડી નખાય છે.

અન્ય સમાચારો પણ છે...