તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મુખ્ય ડ્રગ અધિકારી આવ્યા બાદ મેડીકલ સંચાલક સામે પગલાં ભરવામાં આવશે

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નશાની કફ સીરપ વેચતા પકડાયેલા મેડીકલ સ્ટોરને હાલ તાળા લગાવી દેવાયા
  • ખુલાસા માટે સમય આપ્યા બાદ જવાબ લઇ સસ્પેન્શન મર્યાદા નક્કી કરાશે

શહેરના સુરલભીટ રોડ નજીક અમન નગર ચાર રસ્તા પર અાવેલી જોગમૈયા મેડીકલમાંથી પ્રિસ્ક્રિપશન વગર નશા તરીકે ઉપયોગ થતી કફશીરપ અાપી દેવાના પ્રકરણમાં મેડીકલને તાળા લાગી ગયા છે, ડ્રગના મુખ્ય અધિકારી કચેરીઅે હાજર રહ્યા બાદ તેને ખુલાસો કરવા માટે સમય અપાશે, તેના ખુલાસા બાદ સસ્પેન્શન પિરિયડ નક્કી કરવામાં અાવશે. અામ, મેડીકલ સંચાલક સામે કાર્યવાહી કરવા માટે ડ્રગ અધિકારીની રાહ જોવાઇ રહી છે.

ડ્રગ ઇન્સ્પેકટર તેજલબેન મહેતાને 18 બોટલ કફશીરપ તેની દુકાનેથી મળી અાવી છે, અા શીરપનો જથ્થો તેણે અમદાવાદથી મંગાવ્યો હોવાની કબુલાત અાપી છે તો અા જથ્થો બીલ વગર મંગાવ્યો હોવાની કેફીયત અાપી છે. જોગમૈયા મેડીકલને હાલ તાળા લગાવી દેવાયા છે.

ડ્રગ વિભાગના મુખ્ય અધિકારી અાવ્યા બાદ મેડીકલ સંચાલકને નોટીસ અાપી ખુલાસો કરવા માટે સમય અાપવામાં અાવશે. રિપોર્ટનો જવાબ અાપ્યા બાદ તેને કેટલા સમય માટે મેડીકલ સસ્પેન્શન કરવું તે નક્કી કરવામાં અાવશે. તો કફશીરપની બોટલ પણ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાઇ છે તે રિપોર્ટ પણ ત્યાં સુધી અાવી જશે.

નશામાં ઉપયોગ થતી કફશીરપ વગર પ્રિસ્ક્રિપશને વેચતા મેડીકલ સંચાલક રંગે હાથે ફુડ ઇન્સ્પેકટરના હાથે પકડાઇ ગયો હતો બાદમાં હાલ તેના મેડીકલને તાળા લગાવી દેવાયા છે. ડ્રગ વિભાગ દ્વારા શહેરની ફાર્માસિસ્ટ વિનાના મેડિકલ સ્ટોર પર સપાટો બોલાવ્યો હતો અને શટર બંધ કરી દીધા હતા. તેવામાં નશા કરવા માટે વપરાતી કફ સિરપનો વેચાણ કરવા બદલ વધુ એક મેડિકલ શીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...