તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:રાજ્યભરમાં ફટાકડા ફોડતી બાઇક સામે પગલા લેવાયા પણ ભુજમાં નહીં

ભુજ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
રસ્તા નવા બન્યા, પણ ડ્રેનેજ સિસ્ટમ થાળે નથી પડતી, ફરીથી પડ્યો ભૂવો - Divya Bhaskar
રસ્તા નવા બન્યા, પણ ડ્રેનેજ સિસ્ટમ થાળે નથી પડતી, ફરીથી પડ્યો ભૂવો
 • શહેરમાં બેફામ દોડતા આવા વાહનોથી અવાજ પ્રદુષણની સાથે અનેક પરેશાની
 • રજાના દિવસોમાં જ્યુબિલી ગ્રાઉન્ડ, હોસ્પિટલ રોડ અને હમીરસર પાસે મચાવે છે ઉધામો

શહેરના દરેક એરીયામાં રસ્તા પર કેટલાક આવારા તત્વો બૂલેટ ચલાવતા સમયે ફટાકડા ફોળી ફટ-ફટ અવાજ કરતા હોય છે. આ અવાજના કારણે ધ્વનિ પ્રદૂષણ થાય છે, આ ઉપરાંત લોકોને બૂલેટના સાઇલેન્સરના અવાજના કારણે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. તો બીજી તરફ અન્ય વાહનચાલકોનું ધ્યાન પણ બૂલેટ સામે આકર્ષાતા અકસ્માત થવાની ભીતિ પણ રહેલી હોય છે. હવે બેફામ બનીને બૂલેટ ચલાવતા બૂલેટરાજાઓની સામે રાજયભરની પોલીસે લાલ આંખ કરી છે ત્યારે પશ્ચિમ કચ્છના ભુજમાં કયારે તવાઇ બોલાવી શાન ઠેકાણે લવાશે તેની રાહ જોવાઇ રહી છે.

બૂલેટને મોડીફાઈ કરીને વધારે અવાજ કરે તેવા સાયલેન્સર લગાવીને ધ્વનિ પ્રદુષણ કરતા બૂલેટ શહેર આખાને માથે લઇ લે છે. ધ્વનિ પ્રદૂષણ કરતા બૂલેટને કબજે કરવા માટે ભુજની પોલીસ દ્વારા હાલ કોઇ કાર્યવાહી કરાઇ નથી. રાજયભરમાં પોલીસ દ્વારા ધ્વની પ્રદુષણ કરતા બુલેટ ચાલકો સામે તવાઇ બોલાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે ભુજમાં હજુ કોઇ કામગીરી હાથ ધરાઇ નથી.

થોડા દિવસ પૂર્વે ગૃહમંત્રીએ દરેક જિલ્લામાં કાર્યવાહી કરવા પત્ર લખ્યો
થોડા દિવસો પહેલા વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ ગૃહરાજ્યમંત્રીને પત્ર લખીની રજૂઆત કરી હતી કે, કચ્છ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ તેમજ રાજ્યના અન્ય શહેર/જિલ્લામાં બૂલેટ લઇને નીકળતા ઇસમો પોતાની ગતિ ઈમેજ ઉભી કરવા તથા રાહદારીઓનું ધ્યાન પોતાના તરફ આકર્ષાય તથા તેમના મલીન ઈરાદાઓ સફળ થાય તે માટે ફુલ સ્પીડમાં નીકળે છે. જેથી તેના સાયલેન્સરનો અવાજ એટલો ભયાનક હોય છે કે, નાના-બાળકોના કાનમાં હંમેશા બહેરાશ આવી જાય. તેમજ તેમની આજુ બાજુમાં વાહન ચલાવતા વ્યક્તિનું ધ્યાન પણ ડ્રાઈવિંગ પરથી વિચલિત થવાના કારણે અકસ્માત થતો હોય છે. જેથી બૂલેટ ઉપર થતા અવાજ બંધ કરાવવા તેમજ આવા બૂલેટ લઇને નીકળતા વ્યક્તિ સામે ફોજદારી તેમજ દંડનીય કાર્યવાહી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતને ધ્યાને લઇને
નિયમોનુંસાર કાર્યવાહી કરવા ભલામણ કરતો પત્ર લખ્યો હતો.

રસ્તા નવા બન્યા, પણ ડ્રેનેજ સિસ્ટમ થાળે નથી પડતી, ફરીથી પડ્યો ભૂવો
નગર પાલિકાએ દિવાળી અગાઉ ભુજના ઘણા રસ્તાઓનું નવીનીકરણ કર્યું. જે પ્રમાણમાં મજબૂત અને ટકાઉ હોવાનું જણાય છે. પરંતુ આ રસ્તાઓ નીચેથી પસાર થતી ડ્રેનેજ સિસ્ટમ જોઈએ એવી યોગ્ય ન બની હોવાથી રસ્તામાં ભૂવા પડવાના શરૂ થઈ ગયા છે. ગાયત્રી મંદિર પાસે થોડા સમય અગાઉ એક ખાડો પડી ગયો હતો, જ્યારે આજે ફરીથી વધુ એક ભૂવો પડ્યો છે. સુધરાઇએ જે તે સમયે ઉતાવળ પણ કરી હોય. નવા રસ્તા નીચે ડ્રેનેજ લાઈન નબળી હતી તે ખબર હોવા છતાં રસ્તા નવીનીકરણ કર્યા છે. }તસવીર : પ્રકાશ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો