સુનાવણી:સુખપરના યુવકને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં આરોપીના રેગ્યુલર જામીન નામંજુર

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નકલી પોલીસ કર્મી મહિલાની પણ કોર્ટે આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

સુખપરના યુવકને હનીટ્રેપમાં ફસાવી 12 લાખ 16 હજાર રૂપિયા પડાવી લેવાના ચકચારી કેસમાં પકડાયેલા આરોપી યુવકની ભુજની સેસન્સ કોર્ટે રેગ્યુલર જામીન અરજી અને નકલી પોલીસ કર્મચારી બનેલી મહિલાના આગોતરા જામીન અરજી ના મંજુર કરી છે.

સુખપરના વિનોદ નારાણભાઇ ગોરસીયા નામના યુવાનને માધાપરમાં યુવતીનો સંપર્ક કરાવીને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવા અને યુવતી મૃત્યુ પામી છે અને કેસને રફેદફે કરવા તબકાવાર 12 લાખ 16 હજાર પડાવી લેવાના ચકચારી કેસમાં નકલી પોલીસના સ્વાંગમાં રહેલી ટોળકીના 8 આરોપીઓ વિરૂધ માનકુવા પોલીસ મથકમાં ગુનો દર્જ થયા બાદ પ્રથમ પોલીસે રાવલવાડી ભુજ ખાતે રહેતા અને નકલી એલસીબીના કર્મચારી હોવાની ઓળખ આપનાર પરેશ રમેશ ગોહિલની ધરપકડ કર્યા બાદ આ કેસમાં મીરજાપરના રતન કરશન ગઢવી અને એક સગીર છોકરાની ધરપકડ કરી લીધી હતી. કેસની ચાર્જસીટ રજુ થતાં આરોપી પરેશ રમેશ ગોહિલે ભુજની સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. તેમજ આ કેસમાં નકલી મહિલા પોલીસ હોવાની ઓળખ આપનાર બેનઝીર રહેમ્તુલ્લા ઉનડ નામની મહિલાએ આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

જેમાં ભુજના 8માં અધિક સેસન્સ જજે આરોપી પરેશ ગોહિલની રેગ્યુલર જામીન અરજી તથા બેનઝીર ઉનડની આગોતરા જામીન અરજી ના મંજુર કરી છે. બન્ને જામીન અરજીઓમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી.જાડેજાએ ધારદાર દલીલો કરી હતી. જ્યારે મુળ ફરિયાદી પક્ષે એડવોકેટ ડી.વી.ગઢવી, સાથે વાય.પી.વોરા, અતુલ એન.મહેતા અને હિંમતસિંહ કે. ગઢવી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...