કોર્ટનો નિર્ણય:ચેક બાઉન્સ થવાના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, દંડ

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દંડ પેટેની બમણી રકમ વળતર તરીકે ચુકવવા ત્રીજા ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટનો આદેશ

ભુજમાં ચેક બાઉન્સ થવાના કેસમાં આરોપીને ત્રીજા ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટે એક વર્ષની સજા સાથે ચેકમાં દર્શાવેલી રકમ કરતા બમણી રકમનો દંડ ફટકાર્યો છે. તેમજ દંડની રકમ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે. કેસની વિગતો મુજબ ભુજ ખાતે રહેતા મહોમદ સલીમ હાજી અબ્બાસ કુંભારએ તેમના કૌટુબીક સબંધી ઇમરાન મામદ કુંભાર રહે ભીડનાકા બહારવાળાને ધંધામાં નાણાની જરૂરીયા ઉભી થતાં થોળા સમય માટે રૂપિયા 1 લાખ આપ્યા હતા. તેની અવેજીમાં ફરિયાદીને આરોપીએ ચેક આપ્યો હતો.

ફરિયાદીએ ચેક બેન્ક ખાતામાં નાખતાં બેન્ક ખાતામાં પુરતું ફંડ ન હોવાથી ચેક તરત ફર્યો હતો. જેથી ભુજની કોર્ટમાં ફરિયાદીએ દાવો દાખલ કર્યો હતો. જે દાવો કોર્ટમાં ચાલી જતા આરોપી અને ફરિયાદ પક્ષની દલીલો સાંભળ્યા બાદ ત્રીજા ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટે આરોપીને એક વર્ષની સજા સાથે ચેકમાં દર્શાવેલી રકમ કરતા બમણી રકમનો દંડ ફટકારી દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચુકવાનો ધાકબસાડતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં ફરિયાદીના એડવોકેટ તરીકે અવનીશ જે ઠકકર તથા સલીમ એસ. ચાકીએ હાજર રહીને દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...