તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:કચ્છના આડેસરમાં મહિલાની હત્યા નિપજાવનારા આરોપીએ ટ્રેન હેઠળ પડતું મુકી આત્મહત્યા કરી લીધી

ભુજ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે આરોપી સુધી પહોંચે તે પહેલા આત્મહત્યા કરી લીધી
 • ખૂન કર્યા બાદ ભાગી ગયેલા હત્યારાએ રાત્રે સાડા બારે માલગાડી નીચે પડતું મુક્યું
 • આડેસરની ઘટનામાં પતિ સાથે પૈસાની લેતી દેતી મુદ્દે બદલો લેવા પત્નીને છરીના ઘા ઝીંકાયા !

પૂર્વ કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે ગઈ કાલ સાંજના 5.30 વાગ્યાની આસપાસ મકવાણા વાસમાં એક દુકાન પાછળ આવેલી અવાવરું જગ્યામાં 28 વર્ષીય સબુબેન ઉર્ફે શબાના મીઠું ખલિફાની તીક્ષણ હથિયાર વડે ઘાતકી હત્યા નિપજાવી દેવામાં આવી હતી.

આડેસર પોલીસ દ્વારા ઘટનાની જાણ થતાં તપાસ હાથ ધરવામાં હતી. જેમાં મૃતક સબુબેનના પતિ મીઠું ખલિફાએ મોડી રાત્રે પૈસાની લેતી દેતી બાબતે પરેશાન કરનાર ગામના નુરા મુસા ખલિફા વિરુદ્ધ હત્યાના આરોપસર ફરિયાદ લખાવી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર મૃતકનો પતિ મીઠું ખલિફા આરોપી નુરા ખાલીફની ફેશન હેરસ્ટાઈલ નામની દુકાનમાં કેશ કર્તનનું કામ કરતો હતો. ત્યારે આરોપી પાસેથી રૂ. 25 હજાર ઉધાર લીધા હતા. અને બાદમાં અન્ય સલુંનની દુકાનમાં કામે લાગ્યો હતો. આ સમયગાળા દરમ્યાન લીધેલી રકમ ધીરે ધીરે નુરાને પરત કરી આપી હતી, તેમ છતાં તેણે પૈસાની માંગ ચાલુ રાખી હતી, અને પત્ની પાસે પણ તે પૈસાની ઉઘરાણી કરી, પરેશાન કરતો હતો. તેમજ આનો અંજામ સારો નહિ આવે એવી ધમકી પણ આપતો રહેતો હતો. એવું ફરિયાદમાં લખવાયું હતું.

અલબત્ત હત્યાના આરોપી નુરા ખાલીફએ આજે પોલીસ ધરપકડ કરે તે પહેલાજ આડેસર ગામના ફૂલવાડી વિસ્તાર નજીક પસાર થતી રેલવે લાઈનમાં કોઈ રેલવે ગાડી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે

હત્યા કરનાર ભચાઉ-રાપર ખલીફા ટ્રસ્ટના ઉપપ્રમુખ હોવાનું બહાર આવ્યું
આડેસર ખાતે પરિણિતાને છરીના ઘા ઝીંકી કરઅંજામ આપ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેનાર નૂરમામદભાઇ મુસાભાઇ ખલીફા ભચાઉ-રાપર ખલીફા ટ્રસ્ટના ઉપપ્રમુખ હતા

હત્યા કરનાર નિ:સંતાન હતા જ્યારે પરિણીતાના બે સંતાને મમતા ગુમાવી
આ હત્યાના બનાવમાં જેણે હત્યાને અંજામ આપ્યોલ તે નૂહતા પરંતુ નિ:સંતાન હતા પરંતુ તેમણે જે પરિણીતાની કરપીણ હત્યા કરી મોત નિપજાવ્યું તે શબાનાબેનના મોતથી તેમના બે સંતાનોએ મમતા ગુમાવી હોવાનું નજીકના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો