કાર્યવાહી:અંજારના ઠગાઇ કેસમાં ભાગેડુ ધ્રોબાણાનો આરોપી ઝડપાયો

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સસ્તામાં સોનું આપવાની લાલચે તલગણાના વેપારી સાથે કરી હતી ઠગાઇ

અંજાર પોલીસ મથકમાં ગત 24 ઓક્ટોબરના નોંધાયેલ સોનાના નામે તલગણાના વેપારી સાથે થયેલ ચીટીંગના કેસમાં નાસ્તો ફરતો ચીટર ધ્રોબાણાથી ભુજ કારમાં આવી રહ્યો હોવાની બાતમીના પગલે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને દબોચી લીધો હતો. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ એચ.એસ ગોહિલની સુચનાથી એલસીબીની એક ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

ત્યારે અંજાર પોલીસ મથકમાં નોંધાયેલ સસતાં સોનાના નામે ચીટીંગના કેસમાં નાસતો ફરતો આરોપી ભુજ તાલુકાના ધ્રોબાણા ગામના સાલે અલી સામા નામના શખ્સ ધ્રોબાણાથી કારમાં ભુજ આવી રહ્યો હોવાની બાતમી મળતાં આરોપી સાલે અલી સામાની અટકાયત કરીને પૂછ-પરછ કરતા તેણે અંજાર ખાતે ચીટીંગના કેસમાં પોલીસ મથકે હાજર ન થયો હોવાની પોલીસને કબુલાત આપી હતી. એલસીબીએ આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે ભુજ બી ડિવિઝન સ્ટેશનમાં સોંપ્યો હતો.