વિવાદ:કુકમાના હત્યાના પ્રયાસના આરોપીએ જામીન મેળવવા કોર્ટમાં ખોટી અરજી કરી

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તપાસ થતા 30 આરોપીએ સ્વેચ્છાએ 3 જ દિવસમાં અરજી ખેંચી લીધી

ભુજ તાલુકાના કુકમા ગામે દોઢ વર્ષ પહેલા વૃદ્ધ પર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કરનારા આરોપીએ પાલારા જેલમાંથી જામીન પર છૂટવા માટે કોર્ટમાં ખોટી અરજી કરી હતી જોકે બાદમાં 3 જ દિવસમાં સ્વેચ્છાએ અરજી ખેંચી લીધી છે.

પધ્ધર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હત્યાના પ્રયાસના ગુનાના આરોપી કુલદીપસિંહ હનુભા રાઠોડ નામના કાચા કામના કેદીએ કોર્ટમાં અરજી કરતા જણાવ્યું કે,મને ઉલટી આવે છે અને લોહી પણ પડે છે જી.કે.જનરલમાં સારવાર મેળવી પણ ડોક્ટરે એન્ડોસ્કોપી કરી આપી નથી હજી પણ તકલીફ હોવાનું જણાવતા કોર્ટે અરજીને ગંભીરતાથી લઈને કોર્ટે તાત્કાલિક હુકમ કર્યો કે જેલ અધિક્ષક વિના વિલંબે ખાસ વાહન અથવા સરકારી કે ખાનગી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી, સરકારી ખર્ચે આરોપીને યોગ્ય અદ્યતન સારવાર મળી રહે તે માટે ભુજ, ગાંધીધામ કે અમદાવાદની હોસ્પિટલમાં શિફ્ટ કરે.

કૉર્ટના હુકમથી આરોપીની જી.કે.ના તબીબોએ તરત તબીબી તપાસની તજવીજ હાથ ધરતાં જ તેણે ઈન્કાર કરી દીધો.જેલ પ્રશાસન અને હોસ્પિટલ પ્રશાસનના તબીબોએ કેદી-દર્દીની સારવાર માટે લીધેલાં પગલાંઓની કૉર્ટ સમક્ષ વિસ્તૃત રજૂઆત કરી જેમાં સામે આવ્યું કે આરોપીએ જામીન મેળવવા માટે જ કોર્ટમાં અરજી કરી હતી.બીજી તરફ, તાત્કાલિક સારવાર મેળવવાના હેતુથી કૉર્ટ પાસે વચગાળાના જામીન માંગતી કરેલી અરજી આરોપીએ ત્રણ દિવસમાં જ સ્વેચ્છાએ પાછી ખેંચી લીધી છે.આ કિસ્સાને લઈને દોડધામ મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...