તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:કેરા ખોજા જમાતના ઉચાપત કેસમાં આરોપી 2 માસથી ફરાર

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વકફના હોદ્દેદાર અારોપીને બચાવવાનો સમાજનો અાક્ષેપ
  • તપાસના બદલે દબાણ કરતા ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી

કેરા ખોજા શીયા ઇસ્ના અશરી જમાતનું 27 વર્ષ સુધી સાશન કરનારે ગેરરિતી અાચરી અને ઉચાપત કરી હોવાથી 24 કરોડની ઉચાપત અંગે બે માસ પૂર્વે માનકુવા પોલીસ મથકે ફોજદારી નોંધાઇ હતી. જે બનાવમાં પોલીસે હજુ અારોપીઅોની ધરપકડ કરી નથી. તો વકફ બોર્ડના નિમાયેલા સભ્ય તરફથી ગેરરિતીની તપાસ કરવાને બદલે સમાજ પાસે ચાર્જ લેવા માટે દબાણ કરતા હોવાનુ અને અારોપીઅોને છાવરતા હોવાનો અાક્ષેપ કર્યો હતો.

ખોજા સમાજે અાઇ.જી અને અેસ.પી.ને પાઠવેલી યાદીમાં કહ્યું હતું કે, રજબઅલી ગુલામ હુશેન સતત 27 વર્ષ સુધી સાસન ચલાવી 24 કરોડ રૂપિયાની ગેરરિતી અાચરેલી છે, જે અંગે માનકુવા પોલીસ મથકે ગુનો નોંધાયેલો છે. જે ગુના સંદર્ભે પોલીસે હજુ સુધી અેકેય અારોપીની ધરપકડ કરી નથી. તમામ ઇન્વસ્ટિગેશન રિપોર્ટ, ગામના અગ્રણીઅો અને સમાજના અગ્રણી તેમજ માનકુવા પોલીસને સાથે રાખી રિપોર્ટ સમાજ સમક્ષ રાખ્યા હતા, જેમાં 24 કરોડની ઉચાપત સામે અાવતા ગુનો નોંધાયો હતો.

બંધારણની જોગવાઇ મુજબ વકફ બોર્ડના નિમાયેલા સભ્ય અામદભાઇ જત પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરી, ગેરવહીવટની તપાસ કરવાને બદલે સમાજને દબાવી તેમના પાસે ચાર્જ લેવા માટે દબાણ બનાવી રહ્યા હોવાનો તેમજ અારોપીઅોને કાંઇપણ પુછપરછ કરતા ન હોવાનો અાક્ષેપ કર્યો છે. ગેરવહીવટના ચિઠ્ઠા બહાર અાવ્યા ત્યારે સમાજના લોકોને દબાવવા પોતાનો રાજકીય વગનો ઉપયોગ કરાયો હતો અને સોપારી અાપી ભુજની લેવા પટેલ પાસે માર પણ મરાવાયો હતો. કમિટીઅે ચિમકી ઉચ્ચારી કે, સમાજની વિરૂદ્ધ જઇ કબજો લેવાની કોશીશ કરવામાં અાવશે અથવા તો અારોપીઅોને બચાવવાની કોશીશ કરવામાં અાવશે તો ખોજા સમાજ ગાંચી ચિંધ્યા માર્ગે ભુખહડતાલ પર ઉતરી જશે.

મેટર જયારે હાઇકોર્ટમાં છે તો અામદભાઇ જત તરફથી શા માટે ઉતાવળ અને બળજબરી કરવામાં અાવશે. કાં તો અારોપીઅોને બચાવવા માટે કે પછી મળતીયાનો હોદ્દો ગાયબ કરવા માટે કરી રહ્યા છે. વકફ બોર્ડના સભ્ય અામદભાઇ તપાસની દિશાને બીજી તરફ વાળી દેવા માટે અને સાચી દિશામાં તપાસ ન થાય તેવા પ્રયાસો કરી રહ્યા હોવાનું પણ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...