ક્રાઇમ:સગીરા પર ગેંગ રેપના ચકચારી કિસ્સામાં આરોપીઓ હાથ વેંતમાં

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સહિત છ સામે પોક્સો સહિતની કલમ તળે ગુનો

ભુજની 17 વર્ષિય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના ચકચારી બનાવમાં ભુજ બી ડિવિઝન પોલીસ મહિલા સહિત 6 આરોપીઓ વિરૂધ પોક્સો સહિતની કલમ તળે ગુનો નોંધીને ઝડપી લેવા સઘન તપાસ હાથ ધરી છે. તો, આરોપીઓ હાથ વેંતમાં હોવાનું પ્રાપ્ત વિગતો મુજબ બી ડિવિઝન પોલીસ મથકમાં ભોગબનાર સગીરાની માતાએ આરોપી સુલતાન ઓસમાણ સુરંગી, સિકંદર ઉર્ફે ભાવલો અધાભા મથડા, સુલતાન હનીફ બાફણ અને એક અજાણ્યા શખ્સ સહીત ચાર જણાઓએ ફરિયાદીની દિકરી પર સામૂહિક દુષ્કર્મ કર્યો હોવાનું જણાવ્યું છે. જયારે આરોપી સુરેશ કમલેશ અને જમીલા રમજુ કાયા નામની મહિલાએ આરોપીઓને મદદગારી કરી અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

મોડી રાત પછી નોંધાયેલી ફરિયાદ બાદ બનાવની તપાસ ભુજ એસીએસટી સેલના ડિવાયએસપીએ હાથ ધરીને આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. સમગ્ર કિસ્સાની હકીકત મુજબ સુરેશ સાથે સગીરાનો પ્રેમ થયો હતો. સુરેશે લગ્ન કરવા માંગતો ન હોઇ આરોપીઓએ તેનો લાભ લઇ સગીરાને સુરેશને મળાવી દેવાના બહાને ચાર આરોપીએ તખતો તૈયાર કરીને સગીરાને બાઇકમાં લઇ જઇ જંગલમાં સામૂહિક દુષ્કર્મ કર્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીઓ રાઉન્ડઅપ કરાયા હોવાનું અને કોવિડ-19 ટેસ્ટ તેમજ નિવેદનો બાદ વિધિવત ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...