પોલિટીકલ:માંડવી નગરપાલિકાના નવમાંથી બે જ વોર્ડ ચૂંટણીપંચના નિયમ અનુસાર

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સીમાંકનમાં જો ફેરફાર નહિ થાય તો કોંગ્રેસ હાઇકોર્ટના દરવાજા ખખડાવશે

ચૂંટણીપંચના નિયમ મુજબ શહેરના કુલ વસ્તીના વોર્ડની સંખ્યા અનુસાર એક વોર્ડમાં 10 ટકાથી વધુ કે ઓછી આકારણી થવી ન જોઈએ. પરંતુ આયોગના આ નિયમને નેવે મૂકીને શાસકપક્ષના ફાયદા મુજબ સીમાંકન કર્યું હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રફીક મારાએ કર્યો હતો.

માંડવી નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકોની સંખ્યા 57 હજાર છે, અને જે નવ વોર્ડમાં વિભાજીત છે. તે હિસાબે એક એક વોર્ડમાં 6,334 વસ્તી થવી જોઈએ. ચૂંટણીપંચના 10 ટકા જેટલી વસ્તી વધુ કે ઓછીના નિયમ મુજબ માંડવીમાં વોર્ડ દીઠ 6967 થી વધુ નહિ તેમજ 5701 થી નીચે ન હોવી જોઈએ. તેને બદલે માત્ર બે વોર્ડ સિવાય સાત વોર્ડમાં સીમાંકન જાહેર થયા બાદ મોટી વિસંગતતાઓ જોવા મળે છે તેવો આક્ષેપ મારાએ કર્યો હતો. કોઈક વોર્ડમાં 34 થી 52 ટકા જેટલો વધારો છે તો કોઈ વોર્ડમાં 18 થી 30 ટકા ઘટાડો છે. જિલ્લા ચુંટણીપંચ દ્વારા શાસકપક્ષના નેતાઓના કહેવા અનુસાર કાયદાને તોડીને પોતાના મન અનુસાર વોર્ડ રચના કરી હોવાનું કહી અને જો સીમાંકનમાં ફેરફાર નહિ કરાય તો ન્યાય મેળવવા હાઇકોર્ટ સુધી જવું પડશે તેવી ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...