• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • According To The Health Department's List, Kutch District Ranks 9th In The Red Zone, With 55 Per Cent People Not Taking The Second Dose

સારું એવું રસીકરણ છતાં કચ્છ રેડ ઝોનમાં:આરોગ્ય વિભાગની યાદી અનુસાર કચ્છ જિલ્લો રેડ ઝોનમાં 9મા સ્થાને, 55 ટકા લોકોએ બીજો ડોઝ નથી લીધો

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 84.52 ટકા રસીકરણ કાર્ય સંપન્ન થયું, રાપર તાલુકામાં સૌથી ઓછું રસીકરણ
  • રસીકરણ ઝુંબેશ આગળ ધપાવવા આરોગ્ય વિભાગે ડોર-ટુ-ડોર કામગીરી હાથ ધરી

કોરોના અને તેના નિયંત્રણ માટે વેક્સિન જાગૃતિ અંતર્ગત કોરોના રસીકરણ કાર્યમાં ગતિ લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. અત્યાર સુધી જિલ્લામાં 84.52 ટકા રસીકરણનું કાર્ય થયું છે, તેમ છતાં આરોગ્ય વિભાગની યાદી અનુસાર કચ્છ જિલ્લો રેડ ઝોનમાં 9મા સ્થાને શામેલ છે.

આ વિશે ડીએચઓ ડો. પ્રેમ કુમાર કન્નરના જણાવ્યા મુજબ જિલ્લામાં ગત તા. 13 નવેમ્બર સુધી જિલ્લામાં 14 લાખ 24 હજાર 317 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો. જ્યારે બીજો ડોઝ હજુ સુધી માત્ર 7 લાખ 89 હજાર 415 જણને અપાયો છે, જે કુલ રસીકરણની સરેરાશ કરતા 55 ટકા જેટલું ઓછું છે. તેમાં મોટા ભાગના લોકોને પ્રથમ ડોઝ લીધા બાદ 3 મહિનાના બદલે 6 મહિના જેટલો સમય વીતી ગયો છે. રાપર તાલુકામાં સૌથી ઓછું રસીકરણ થયું છે, એ સિવાયના અન્ય બે-ત્રણ તાલુકા જેમાં અબડાસા સહિતનાં સ્થળોએ રસીકરણ કાર્ય વધારવા ઝુંબેશ હાથ ધરાઈ છે. આ સિવાય પ્રથમ ડોઝ મુકાવ્યા બાદ બીજો ડોઝ લેવાના બાકી રહેલા છે તેમનો ડોર-ટુ-ડોર સંપર્ક કરી કોરોના વિરુદ્ધનો બીજો ડોઝ આરોગ્ય કર્મીઓ દ્વારા મુકવામાં આવી રહ્યો છે.

અલબત્ત કોરોનાની બીજી લહેર બાદ ભયના ઓથાર તળે શરૂ કરાયેલા રસીકરણ અભિયાનમાં લોકો મળે ત્યાં વેક્સિન લેવા પહોંચ્યા હતા. પરંતુ ત્યારબાદ કોરોના મહામારીમાં આવેલા સુધારને પગલે હવે જાણે કોરોના ચાલ્યો ગયો હોય તેમ લોકો વર્તી રહ્યા છે. આવા 55 ટકા લોકો બીજો ડોઝ લેવાનું માંડી વાળી રહ્યા છે, જેના કારણે જિલ્લો સારા રસીકરણ કાર્ય છતાં રેડ ઝોનમાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...