તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છના 3 હજારથી વધુ ટ્રક ડ્રાઇવરોના અકસ્માત વીમા પોલિસી પેટે પ્રીમિયમની રકમ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો. દ્વારા ભરપાઇ કરાતાં વર્લ્ડ રેકોર્ડ થયો હતો. કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ નવઘણ વી.આહીરની આગેવાની હેઠળ ટ્રક ડ્રાઇવરોની સુરક્ષા અર્થે ત્રણ વર્ષમાં 3000થી વધુ ડ્રાઇવરોના પાંચ લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમા પોલિસીનું પ્રીમિયમ સંસ્થા દ્વારા ભરી આપવાનો એક વર્લ્ડ રેકોર્ડ 15 માર્ચ 2021ના રોજ નોંધવામાં આવ્યો હતો.
આ વર્લ્ડ રેકોર્ડ અંગેના સર્ટીફિકેટનું વિતરણ “વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા”ના કચ્છ ગુજરાતના નિર્ણાયક મિલન સોની તેમજ દેવ્યાની સોનીના હસ્તે કરાયું હતું. મંગળવારના સાંજે સંસ્થાની ઓફિસ, માધાપર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપપ્રમુખ રાજેશ એમ.આહીર, ખેંગાર રબારી, મંત્રી હરિલાલ કે. લીંબાણી, કારોબારી સભ્ય શંકર ભીમાણી, વેલજી આહીર, કે.પી.આહીર વગેરે હાજર રહ્યા હતા.
આ તકે પ્રમુખ સાથે ખભે ખભા મિલાવી સાથે રહેવાનો કોલ અપાયો હતો. સંસ્થા પ્રમુખ આહીરે જણાવ્યું હતું કે, જે ડ્રાઇવરો માટે પાંચ લાખના વીમા પોલિસી ભરવામાં આવી, તેમાં અકસ્માતે મૃત્યુ પામેલા બે ડ્રાઈવર ભાઈઓના પરિવારને પાંચ-પાંચ લાખના વીમાનો લાભ પણ મળ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.