તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:હરિપર રોડ પાસે ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત, કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને લોકોએ બચાવ્યો, ટ્રાફિકજામની સ્થિતિ

ભુજ3 મહિનો પહેલા
  • ડ્રાઇવરને ટ્રકમાંથી બહાર કાઢતા લોકોને ભારે જહેમત ઉઠાવી પડી

આજે વહેલી સવારે કચ્છના સુરજબારીથી માણીયા વચ્ચેના મોરબી જિલ્લાના હરિપર તરફના ધોરીમાર્ગ પર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. તો આ અકસ્માતમાં ટ્રક ચાલક કેબિન અંદર ફસાઈ જતા એકત્રિત લોકોએ તેને પતરાં તોડીને બહાર નીકળ્યો હતો અને 108 મારફત સરકારી દવાખાને સારવાર માટે રવાના કરાયો હતો.

બનાવની પ્રાથમિક માહિતી મુજબ આજે સવારે સાત વાગ્યાની આસપાસ ખનીજ ભરેલું ડમ્પર સામખીયાળીથી માણિયા તરફ જતા માર્ગે ટ્રક સાથે અથડાઈ પડ્યું હતું. જેમાં ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ફસાયેલા ડ્રાઇવરને ટ્રકમાંથી બહાર કાઢતા લોકોને ભારે જહેમત ઉઠાવી પડી હતી. અને સારવાર માટે ખસેડવા મદદરૂપ બન્યા હતા.

અકસ્માતના પગલે ફરી એક વખત સુરજબારી માર્ગ પર ભારે ટ્રાફિકજામ સર્જાવા પામ્યો છે. કચ્છ જિલ્લાની હદ પુરી થયા બાદ મણિયા તરફના હરિપર રોડ પર આ અકસ્માત થયો છે. જેના પગલે સામખીયાળી અને મણિયા પોલીસનો સ્ટાફ ટ્રાફિક કલીયર કરાવવા ઘટનાસ્થળે પહોંચી ગયો છે. અલબત્ત સુરજબારી માર્ગ પર અવારનવાર ટ્રાફિકજામની સમસ્યાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વધુ યોગ્ય દિશાસુચક બોર્ડ લગાડવામાં આવે એવી ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...