તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના ટળી:કંડલામાં મીઠાપોર્ટના ગેટ પાસે મોટી દુર્ઘટના સર્જાતા અટકી, માનવરહિત ફાટક પર ટેન્કર અને માલગાડી વચ્ચે અકસ્માત

ભૂજ7 દિવસ પહેલા
  • અકસ્માત સર્જાયો તેના 150 ફૂટના અંતરે જ આવેલી છે શાળા

કંડલાના મીઠાપોર્ટના ગેટ પાસે આજે મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી. માનવરહિત ફાટક પરથી પસાર થઈ રહેલા ટેન્કર સાથે માલગાડી અથડાતા અકસ્માત સર્જાયો હતો. જો કે, માલગાડીના ચાલકે સમયસૂચકતા વાપરતા મોટી દુર્ઘટના થતા અટકી હતી.

મીઠાપોર્ટ પાસેથી પસાર થતી રેલવે લાઈન પર આજે સવારે માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે જ માનવરહિત ફાટક પાસેથી એક ટેન્કર ક્રોસ થતા માલગાડી સાથે અથડાયું હતું. જો કે, માલગાડીના ચાલકે સમયસૂચકતા વાપરી બ્રેક મારતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો.

રસ્તો હોવા છતા ફાટકનો અભાવ!મીઠાપોર્ટ પાસે આજે જે સ્થળ પર અકસ્માત સર્જાયો ત્યાંથી દરરોજ સેંકડો ટેન્કર કંપનીમાં તેલ ભરવા માટે અવરજવર કરે છે. તેમ છતાં અહીંથી પસાર થતી રેલવે ટ્રેક પાસે ફાટકનો અભાવ છે. અહીં રસ્તો હોવા છતા કોઈ ચેતવણીના બોર્ડ પણ મુકવામા આવેલા ના હોવાનું જાણવા મળ્યું છે.

રેલવે ટ્રેક નજીક જ આવેલી છે શાળામીઠાપોર્ટના ગેટ પાસે જ્યાં આજે અકસ્માત સર્જાયો તેના 150 મીટર દૂર જ એક શાળા આવેલી છે. હાલ તો કોરોનાના કારણે શાળા બંધ છે. જો કે, આજની ઘટનાએ અહીં અભ્યાસ માટે અવરજવર કરતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પણ સવાલ ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો