તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગત 29મીની રાત્રે પોલીસ જાપ્તામાંથી જી.કે. જનરલ હોસ્પિટલથી ભાગી છુટેલા ગોંડલના ગેંગસ્ટર નિખિલ દોંગાને ભગાડવામાં પોલીસની ભૂડી ભૂમિકા સામે આવી છે. પહેરેદાર તરીકે રહેલા પોલીસ કર્મીઓએ રૂપિયાનો વહીવટ કર્યો હોવાનું પશ્ચિમ કચ્છ એસપીએ સ્વીકાર્યું હતું પરંતુ કેટલી રકમ તે અંગે પોલીસ હવે તપાસ કરશે તેમ કહ્યુ હતું. કુખ્યાત આરોપીના સાગરીતો રાજકોટ ગ્રામ્યનો હોવાથી પોલીસે વોચ ગોઠવી કોલ ટ્રેસ સહિતની જીણવટભરી તપાસ કરતાં નિખિલ નૈનિતાલમાં હોવાના ઇનપુટ મળ્યા હતા.
અને રાજકોટ ગ્રામ્ય અને કચ્છ એલસીબીએ આરોપીને નૈનિતાલ નજીકના રિસોર્ટ પરથી સાગરીતો સાથે દબોચી લઇ તમામ આરોપીઓને કચ્છ ભુજ લાવી વિધિવત ધરપકડ બતાવી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. જી.કે. જનરલ હોસ્પિટલમાંથી ફરાર થયેલા ગુજસીટોકના ગેંગસ્ટર એવા નિખિલ ઉર્ફે નીકુંજ રમેશભાઇ દોંગા (લેવા પટેલ), અને તેના સાગરીતો સાગર કિશોરભાઇ કયાડા (લેવા પટેલ), શ્યામલ બીપીનભાઇ દોંગા, રેનીશ ઉર્ફે લાલજી ડાયાભાઇ માલવીયાને પોલીસે ઉત્તરાખંડના નૈનિતાલ નજીકના રિસોર્ટમાંથી ઝડપી પાડ્યા હતા.
પશ્ચિમ કચ્છ પોલીસ અને રાજકોટ રૂરલ પોલીસની જુદી જુદી ટીમોએ સરાહનીય કામગીરી કુખ્યાત ગુંડાને ઝડપી પાડ્યા બાદ આજે કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી જે.આર.મોથલિયા તેમજ રાજકોટ રેન્જના આઈજીપી સંદિપસિંઘ તેમજ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતો આપતા જણાવ્યું હતું કે, આરોપી નિખિલ દોંગા ગત 2013માં હત્યાના ગુનામાં પકડાયો હતો. તેના વિરૂધ 19 જેટલા ગુનાઓ નોંધાયા છે. આરોપી 19 વખત પેરોલ પર છુટ્યો છે જેમાં 12 વખત પેરોલ જમ્પ કરીને અન્યો ગુનાઓને અંજામ આપતો રહયો છે.
છેલ્લે નિખિલ અમદાવાદની સાબરમતી જેલમાં હતો અને ત્યાંથી તેની વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ ગુના કામે તેને ભુજની પાલારા જેલમાં ખસેડાયો હતો. ડિસેમ્બર-2020થી તે પાલારા જેલમાં હતો. તેની ગેંગ સામે કુલ 117 જેટલા ગુનાઓ દર્જ છે. તેને પકડવા વિવિધ ટીમો કામે લાગી હતી, દરમિયાન આરોપી નિખિલ જે-જે સ્થળ જઈ શકે તે તમામ સ્થળોએ પોલીસે તપાસ શરૂ કરી હતી. અંતે આરોપી ઉત્તરાખંડના નૈનિતાલમાં હોવાનું સામે આવતાં આવતા પોલીસે તાત્કાલિક નૈનિતાલ ધસી જઈને આરોપી ગુજસીટોકના ગેગસ્ટર નિખિલ સાથે અન્ય ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા.
કચ્છ એસપી સૌરભસિંઘે કહ્યું હતું કે, નિખિલ દોંગાને ભગાડવામાં સંડોવાયેલા ચાર પોલીસ કર્મચારીઓની ધરપકડ કરાઈ છે. તેમણે વહિવટ કર્યો હોવાનું સામે આવ્યું છે પણ કેટલી રકમ તે હજુ તપાસમાં બહાર આવશે. પકડાયેલા આરોપીઓ પાસેથી નકલી આધારકાર્ડ મળી આવ્યા છે તેમજ બે ફોરવ્હીલ પણ કબજે લીધી છે. આરોપીઓને અહીંથી ભગાડવામાં અન્ય જે કોઈએ પણ મદદગારી કરી હશે તે તમામની ઉંડાણપૂર્વકની તપાસ કરાશે. આરોપીને મદદગારી કરવામાં તે અંગે પણ તપાસ કરવામાં આવશે. હાલ આરોપીઓની વિધિવત ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી સબબ તજવીજ હાથ ધરવામાં આવી છે.
કુખ્યત આરોપીને પકડનારી પોલીસ ટીમને પરસ્કૃત કારાશે
ગણતરીના દિવસોમાં આરોપીને તેની ગેંગના સભ્યો સાથે ઝડપી લેનાર રાજકોટ ગ્રામ્ય પોલીસ અને પશ્ચિમ કચ્છ પોલીસની ટીમની કામગીરીને બિરદાવી રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર આપવા સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા નજીકના દિવસોમાં કાર્ય હાથ ધરવામાં આવશે તેવું બન્ને આઇજીએ જણાવ્યું હતુ.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.