તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:કચ્છમાં વેગ પકડતો કોરોના રસીકરણ કાર્યક્રમ

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છ જિલ્લામાં કોવિડ-19 રસીકરણ અંતર્ગત વિવિધ સ્થળે 60 વર્ષ ઉપરના તમામ વૃદ્ધો તેમજ 45 વર્ષથી 59 વર્ષ સુધીના લોકો જેઓ બ્લડપ્રેશર, ડાયાબીટીસ, કેન્સર, ટી.બી, હૃદયરોગ વગેરે જેવી બીમારીઓથી પીડિત હોય તેવા લોકોને આરોગ્ય વિભાગની ટીમ તેમજ આશા વર્કર દ્વારા કોરોના વેક્સિનનો પહેલો ડોઝ અપાયો હતો.

નાના અંગિયા: સરપંચ તુલસી ગરવા, ઉપસરપંચ મણીલાલ મેઘાણી, તા.પં. સદસ્ય સંગીતાબેન મેઘાણી તેમજ જાગૃત યુવાનોએ રસીકરણ અંગે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયત્નો કર્યા હતા.

બિદડા: પ્રાથમિક શાળામાં ગામના 107 લોકોએ રસી લીધી હતી. તલવાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.અમીશીબેન ગઢવી અને તેમની ટીમે સેવા આપી હતી. સરપંચ સુરેશ સંઘાર હાજર રહ્યા હતા. રસીકરણ કાર્યક્રમમાં 1લા અને 2જા ડોઝ દરમિયાન અંદાજે 1400થી વધુ લોકોએ રસી લીધી છે.

નખત્રાણા:સરકારી હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન આપવાનું શરૂ કરાયું છે. કૃષ્ણાબા ઝાલા, અરૂણાબેન ગરવા, ભકિતબેન વગેરે રસી આપવાની સેવા આપી રહ્યા છે.

ભચાઉ: વોર્ડ નં.2માં મોટી સંખ્યામાં લોકોને કોવિશિલ્ડ વેક્સિન અપાઇ હતી. પાલિકા પ્રમુખ કલાવંતીબેન જોષી, શહેર ભાજપ પ્રમુખ ઉમિયાશંકર જોષી, મનજીભાઈ ગામી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાયધણપર: સ્થાનિક સહિત ગળપાદર ગામોના 121 જેટલા વૃદ્ધોએ રસીકરણ આયોજનનો લાભ લીધો હતો.

દુર્ગાપુર: તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પાસવાનના માર્ગદર્શન હેઠળ રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું.

રાપર: લોહાણા મહાજન તેમજ યુવક મંડળ દ્વારા પી.એચ.સી.ના સહયોગથી લોહાણા મહાજનવાડી મધ્યે યોજાયેલા કેમ્પમાં જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં રસીકરણનો લાભ લીધો હતો. પ્રમુખ રાજેશભાઈ ચંદે સહિત વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નેત્રા:નખત્રાણા તાલુકા ભાજપ દ્વારા નેત્રા P.H.C. ખાતે જનજાગૃતિના કાર્યક્રમમાં પ્રમુખ દિલીપભાઇ પટેલ, જિ.પં.ના સદસ્ય રાજુભા જાડેજા, હરિસિંહ રાઠોડ, રાજુભાઈ પલણ, વસંતભાઈ વાઘેલા વગેરે સહિત ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા ભાજપના પ્રમુખ દિલીપભાઇ પટેલે રસી મુકાવીને દરેક લોકોને રસી લેવા અપીલ કરી હતી.

સુમરાસર-શેખ: જિ.પં.ના સદસ્ય દામજી આહિર, સરપંચના પતિ તેમજ અન્ય ભાજપના આગેવાનો રસી મુકાવી હતી.

નારાયણ સરોવર : કોરોના રસી લેવાનો બીજો તબક્કો ચાલી રહ્યો છે જેમાં વૃદ્ધ લોકોને આવરી લેવામાં આવ્યા છે પરંતુ સરહદી વિસ્તારોમાં હજુ પણ રસી લગાવવા વૃદ્ધ જોઈએ તેટલા આગળ આવી રહ્યા નથી. તેવામાં નારાયણ સરોવરના ઉપસરપંચ સુરુભા જાડેજાના માતા ધનુભા સામતજી જાડેજા (ઉ.વ.86)એ નારાયણ સરોવર પી.એચ.સી.માં ઉત્સાહપૂર્વક રસી લઈને વૃદ્ધો તેમજ અન્યોને પણ રસી સુરક્ષિત છે તેમજ લેવી જોઈએ તેવો સંદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...