તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જિલ્લા પંચાયતના પ્રતિક્ષાખંડમાંથી એ.સી. અને કર્મચારી હટાવી લેવાયા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના સંક્રમણ સમયે પણ ગોઠવવાની તસદી ન લેવાઈ
  • વાતાનુકૂલિત મશીન અાખરે ક્યાં ઘર કરી ગયા

કચ્છની જિલ્લા પંચાયત કચેરીમાં પ્રતિક્ષાખંડ છે, જેમાં મુલાકાતીઅોને બેસવા અને માહીતી અાપવા રિસેપનીસ્ટની વ્યવસ્થા રખાઈ હતી. પરંતુ, મુલાકાતીઅો માટે રખાયેલા વાતાનુકૂલિત મશીન અને રિસેપનીસ્ટને જ હટાવી દેવાયા છે, જેથી કચેરીમાં ચર્ચનો વિષય બન્યો છે કે, મુલાકાતી જનતા માટે રખાયેલા અે.સી. અાખરે ક્યાં ઘર કરી ગયા. અેમાં કયા વગદાર અધિકારીઅે માર્ગદર્શિકાનો ભંગ કર્યો છે.ભૂકંપ બાદ જિલ્લા પંચાયતનું નવનિર્માણ કરાયું હતું, જેમાં બાગ બગીચાની સુવિધા ઉપરાંત મુલાકાતી જનતા માટે વિશાળ પ્રતિક્ષાખંડ પણ રખાયો હતો.

જોકે, ધીરેધીરે બાગ બગીચાની કાળજી રાખવાનું બંધ થઈ ગયું અને પ્રતિક્ષાખંડમાંથી વાતાનુકૂલિત મશીન અને રિસેપનીસ્ટને પણ હટાવી લેવાયા. કોરોનાના સંક્રમણ સમયે જિલ્લા પંચાયતના ચાર પ્રવેશ દ્વારામાંથી ત્રણ બંધ કરી દેવાયા હતા. પરંતુ, મુલાકાતી જનતાને પ્રતિક્ષાખંડમાં જ બેસાડી ક્રમશ: જવા દેવાની વ્યવસ્થા કરવાની પણ દરકાર લેવાઈ ન હતી, જેથી સંક્રમણના ડર હેઠળ કામ કરતા કર્મચારીઅોમાંથી કેટલાક કોરોનાગ્રસ્ત પણ થયા હતા.

અે તો ઠીક પણ પ્રતિક્ષાખંડમાં મુલાકાતી જનતા માટે રખાયેલા વાતાનુકૂલિત મશીનો કયા વગદાર અધિકારીને ત્યાં ઘર કરી ગયા અેની ગંધ સુદ્ધા અાવવા દેવાઈ નથી. તાજેતરમાં માર્ગદર્શિકા અને નીતિનિયમના બહાના હેઠળ કારોબારી ચેરમેન મહેન્દ્ર ગઢવીની ચેમ્બરને તાળા લગાવી દેવાયા હતા. તેમની ચેમ્બરના દરવાજેથી નેમ પ્લેઈટ પણ હટાવી લેવાઈ હતી. તો શું જે વગદાર અધિકારીના ઘરે વાતાનુકૂલિત મશીન ઘર કરી ગયા છે અે પુન: ઉતરાવી મુલાકાતી જનતા માટે પ્રતિક્ષા ખંડમાં લગાડવાની તસદી લેવાશે. અેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. જે બાબતે સેકશન વિભાગ જેમના તાબામાં અાવે છે અે અેમ.અે. ટોપીવાલાનો ટેલિફોનિક સંપર્ક સાધતા વારંવાર કોલ કરવા છતાં રિસીવ કરાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...