તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રતડીયામાંથી કોલસાની 900 જેટલી બોરી પકડાઇ

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ 2.70 લાખનો જથ્થો પકડ્યો

શિયાળામાં બાવળીયા કોલસાની માગ વધતા કચ્છના અમુક વિસ્તારોમાં કોલસાનો કાળો કારોબાર શરૂ થઇ ગયો છે, સિઝનના પ્રારંભે જ પોલીસ ત્રાટકી નખત્રાણાના રતડીયા સીમમાંથી 900 બોરી કબજે કરી આગળની કાર્યવાહી કરવા માટે જથ્થો વન વિભાગને સોંપ્યો હતો.

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નખત્રાણા તાલુકાના રતડીયા ગામે રહેતા સોહેબ મામદ ચાકીએ પોતાના કબજાના વાડામાં ગેરકાયદેસર રીતે બાવળના લાકડામાંથી કોલસો બનાવીને બોરીઓમાં ભર્યો હોવાની બાતમી આધારે દરોડો પાડયો હતો. પોલીસને શક પડતા સીઆરપીસી 102 મુજબ કોલસાની 900 બોરી કિંમત 2,70,000 જપ્ત કરી આગળની કાર્યવાહી માટે વન વિભાગને સોંપ્યો હતો.

શિયાળાની સીઝનમાં બાવળીયા કોલસાની માંગમાં વધારો થાય છે, કાયદેસર કોલસા માટે વન વિભાગ પાસેથી પરમીટ લેવાની હોય છે પણ લોકો કાળો કારોબાર શરૂ કરી કાંટાળી બાવળોને કાપીને કોલસો બનાવીને સરકારને ચુનો ચોપડતા હોય છે. વન વિભાગને કરવાની રહેતી કામગીરી દર વર્ષે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો