કાર્યવાહી:જિલ્લામાં તહેવાર ટાંકણે મીઠાઇ-ફરસાણના 80 જેટલા સેમ્પલ લેવાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દશેરા નિમિતે ફુડ વિભાગ દ્વારા ડ્રાઇવ કરાઇ પણ રિપોર્ટ મહિના પછી અાવશે
  • ​​​​​​​લોકોના અારોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે દિવાળી સુધી કાર્યવાહી ચાલુ રહેશે

તહેવાર ટાકણે મીઠાઇ અને ફરસાણની દુકાનો પર ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં અાવતી હોય છે, વાસી વાનગી દેખાય તો સ્થળ પર જ દંડ વસુલાય છે તેમજ અમુક મીઠાઇ-ફરસાણની દુકાન પરથી સેમ્પલ લેવામાં અાવે છે. દશેરાના તહેવાર ટાકણે મીઠાઇ-ફરસાણની દુકાનમાંથી 80 જેટલા સેમ્પલ લેવાયા છે. જો કે, સેમ્પલના રિપોર્ટ અેક માસ પછી અાવ્યા બાદ તેમના પર કાર્યવાહી થઇ શકશે.

લોકોના અારોગ્ય સાથે ચેડા ન થાય તે માટે ફુડ વિભાગે દિવાળી સુધી ડ્રાઇવ યોજવાનું અાયોજન કર્યુ છે જેમાં ફુડ ઇન્સ્પેકટરોની ટીમ દરરોજ જુદા જુદા તાલુકા મથકે મીઠાઇ અને ફરસાણની દુકાનમાં તપાસ કરશે. અમુક વેપારીઅો તહેવાર નજીક અાવતા જ ભેળસેળીયા તેલ અને ખાદ્યપદાર્થની મીલાવટ કરી ગ્રાહકોને પધરાવતા હોય છે. ફુડ વિભાગ દ્વારા દશેરા ટાણે ત્રણ જ દિવસમાં 80 જેટલા મીઠાઇ અને ફરસાણના સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલાયા છે. જો કે, લોકોઅે વાનગી અારોગી લીધાના અેક માસ બાદ ખબર પડશે કે વાનગી યોગ્ય હતી કે કેમ.

ભુજ, માધાપર, ગાંધીધામ, અંજાર, માતાનામઢ, દયાપર, નખત્રાણા સહિતના શહેરોમાં સેમ્પલ લઇ તપાસ માટે લેબમાં મુકાયા હોવાનું જાણવા મળ્યું છે. ભેળસેળ કરનારા તત્વો સામે સ્થળ પર જ દંડકીય કાર્યવાહી કરવામાં અાવી હતી. અા ડ્રાઇવ દિવાળી સુધી ચાલુ રહેશે તેવું ફુડ વિભાગના અે. અેમ. વાલુઅે જણાવ્યું હતું. નોંધનીય છે કે, દિવાળી ટાણે અનેક વેપારીઅો ભેળસેળયુક્ત વાનગીઅો માર્કેટમાં પધરાવી દેતા હોય છે જેના લીધે લોકોના અારોગ્ય સાથે ચેડા થાય છે.

અન્ય સમાચારો પણ છે...