તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા વર્ષેની શરૂઆત:અષાઢી બીજે કચ્છમાં 500 જેટલા દ્વિચક્રી અને કાર વેચાયા

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છી નવા વર્ષે મુહૂર્તમાં લોકો નવી ચીજ-વસ્તુ ખરીદતા હોય છે

કચ્છી નવુ વર્ષ અેટલે કે અષાઢી બીજના દિવસે લોકો મુહૂર્તમાં નવી ચીજવસ્તુઅો ખરીદી કરતા હોય છે, રિયલટ અેસ્ટેટમાં પણ તેજી અાવતી હોય છે. કચ્છમાં જુદા જુદા શોરૂમ પરથી દ્વિચક્રી અનેફોરવ્હીલરના 500 જેટલા વાહનોનું વેચાણ સોમવારે થયું હતું. ગત વર્ષે કોરોના મહામારી હોવાથી અા વર્ષે અષાઢી બીજના દિવસે સારો વેચાણ થયો હોવાનું તજજ્ઞોઅે કહ્યું હતું. સોમવારે અષાઢી બીજના મુહૂર્તમાં લોકો નવા વાહન અને જમીન-મકાન ખરીદી કરતા હોય છે, અોટોમોબાઇલ સેકટર અને રિયલ અેસ્ટેટમાં નવા વર્ષના દિવસે તેજી હોય છે.

અોટોમોબાઇલ સેકટના તજજ્ઞોના મતે અષાઢીજ્ઞ બીજના દિવસે કચ્છમાંથી અંદાજે 100 જેટલા ટુવ્હીલર અને 350 જેટલી ફોરવ્હીલરની ડિલીવરી અાપવામાં અાવી છે. છેલ્લા થોડા સમય કરતા અા અાંકડો પ્રમાણમાં સારો છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે અષાઢી બીજ, નવરાત્રી અને દિવાળી સહિતની સીઝનમાં વાહનોની ખરીદીમાં ભારે મંદી રહી હતી, જો કે ગત વર્ષ કરતા અા વર્ષે અષાઢી બીજના દિવસે સારો વેચાણ થયો હોવાનું તજજ્ઞોઅે કહ્યું હતું.અત્રૈ ઉલ્લેખનીય છે કે, કચ્છમાં વિજયા દશમી અને ધનતેરસના દિવસે પણ લોકો નવા વાહનોની ખરીદી કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...