મુશ્કેલી:ખનીજની બ્લોક પધ્ધતિથી માંગણીમાં મુકાયેલી 500 જેટલી અરજીઓ પેન્ડિંગ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છની અનેક પાર્ટીઅો ખનીજ ખનન કરવા માટે અરજી કરી તૈયારી દર્શાવી
  • ગાંધીનગર​​​​​​​ કક્ષાઅે થયેલી અોનલાઇન અરજીઅોનો નિકાલ ન કરાતો હોવાનો સુર

રાજય સરકાર તરફથી મોટાભાગની સરકારી કચેરીઅોમાં કામગીરી અોનલાઇન પ્લેટફોર્મ પર કરી દેવાઇ છે, અરજીઅો તેમજ માગણીઅો પર અોનલાઇન પોર્ટલ પર કરવાની હોય છે. ખનીજ ખનન કરવા માટે ઇચ્છતી પાર્ટીઅોઅે બ્લોક સીસ્ટમથી લીઝ મંજૂર કરાવવા માટે કરેલી અરજીઅોનો ગાંધીનગર કક્ષાઅેથી તાત્કાલીક નિકાલ કરાતો ન હોવાનો સુર વ્યકત થયો છે. અનેક પાર્ટીઅોઅે ખનીજ ખનન કરવા માટે તૈયારી દર્શાવી અોનલાઇન અરજીઅો કરેલી છે પણ 500 જેટલી માંગણીઅો મંજૂર કરાઇ નથી.

કચ્છમાં અનેક ખનીજ સંપતી ધરબાયેલી છે. ચાઇનાકલે, લેટેરાઇટ, બેન્ટોનાઇટ, બ્લેકટ્રેપ, રેતી સહિત અનેક ખનીજ સંપતીની લીઝો ખાણ ખનીજ વિભાગ તરફથી મંજૂર કરવામાં અાવે છે. અમુક મિનરલ્સ પેઢીઅોની લીઝ થોડા વર્ષો પૂર્વે મંજૂર થયેલી હોવાથી ખનીજ ખનન ચાલુ છે. તો હવે અેકર કે હેકટર નહીં પણ બ્લોક સીસ્ટમથી ખનીજ ખનન કરવાની મંજૂરી અપાઇ રહી છે. બ્લોક સીસ્ટમ લાગુ કરાઇ તેમ છતાંય પણ ખનીજ ખનન કરવા માટે કચ્છની ઇચ્છુક પાર્ટીઅોઅે અોનલાઇન અરજીઅો કરી છે, અરજીઅોનો નિકાલ ગાંધીનગર કક્ષાઅેથી વહેલી તકે કરાનુ ન હોવાનો સુર વ્યકત થયો છે.

કોઇપણ ખાનગી કે સરકારી જમીનમાં ખનીજ ઉત્ખનન કરવા ઇચ્છતી પાર્ટીઅે માપણી સીટ કે જમીનના કાગળો રજૂ કરી ખાણ ખનીજ વિભાગને અરજી કરવાની હોય છે, ખાણ ખનીજ વિભાગના પોર્ટલ પર અેન.અો.સી. સાથે માગણી મુકાયા બાદ ગાંધીનગર કક્ષાઅેથી મંજૂરીની મોહર લગાવાય છે. છેલ્લા કેટલાક સમયથી 500 જેટલી ખનીજ ખનન કરવાની અરજીઅો પેન્ડિંગ હોવાના કારણે અા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પરીવારોની રોજીરોટી પર અસર પહોંચી છે.

ખનીજ વિભાગ મંજૂર કર્યા બાદ ગુજરાત પ્રદુષણ બોર્ડની અેનઅોસીમાં વાંધા-વચકા
ખાણ ખનીજ વિભાગમાં લીઝ માટે કરાયેલી માગણી ગાંધીનગરથી મંજૂર થયા બાદ ગુજરાત પ્રદુષણ કંટ્રોલ વિભાગમાં અટકી જાય છે. અનેક લીઝ ધારકોને જી.પી.સી.બી. તરફથી અેન.અો.સી. અાપવામાં અાવતી ન હોવાનું અને વાંધા-વચકા કાઢી ફાઇલને ટલ્લે ચડાવામાં અાવતી હોવાની વાત જાણવા મળી છે.

લીઝ મંજૂર થાય તો સરકારી અાવકમાં વધારો નોંધાય
ખાણ ખનીજ વિભાગ તરફથી લીઝ મંજૂર થયા બાદ સરકારી ચલણ ભરવાના હોય છે, બાદમાં તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ખનીજ ખનનની પ્રવૃત્તિ લીઝધારક શરૂ કરે છે. અામ, રોયલ્ટી ઇસ્યુ થાય ત્યારે સરકારને અાવક થતી હોય છે. લીઝ મંજૂર થાય તો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સરકારની અાવકમાં વધારો થાય છે. જેમ કે રોયલ્ટી ઇસ્યુ થાય ત્યારે તેમજ લીઝ સાથે સંકળાયેલા અન્ય ધંધાઅોમાં પણ અાવક દેખાય છે.

અન્ય સમાચારો પણ છે...