વિશ્વ મધુપ્રમેહ દિન:જીકેમાં દર મહિને 3600 જેટલા લોકો ડાયાબિટીસ ટેસ્ટ કરાવે છે

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ મધુપ્રમેહ દિન નિમિત્તે જાગૃતિ પર મૂકાયો ભાર

જીવનશૈલીમા આવેલા બદલાવને કારણે ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે તો બીજી તરફ લોકો પણ જાગૃતિ દર્શાવી રહ્યા છે. ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં દર મહિને 3600 જેટલા લોકો લોહીમાં શર્કરાનું પ્રમાણ કેટલું છે તેનું પરીક્ષણ કરાવે છે. આજે વિશ્વ ડાટાબિટીશ દિવસ નિમિતે વિગતો આપતાં હોસ્પિટલની લેબના કાર્યકારી વડા ડો. નિકિતા મોઢે જણાવ્યુ હતું કે, જટિલ કિસ્સામાં યુરીનમાં(કિટોન બોડી), HBA1C(એચ.બી.એ.વન.સી) અને રેંડમ ટેસ્ટ પણ કરવામાં આવે છે.

બ્લડ સુગર અને યુરીન પરિક્ષણ દ્વારા સુગરનું પ્રમાણ જાણી શકાય છે. પણ એચ.બી.એ.વન.સી ટેસ્ટમાં ડાયાબિટીસની દવા લેતા દર્દીમાં ત્રણ મહિનાના અંતે દવાની કેટલી અસર થઈ અને રોગ કેટલા નિયત્રણમાં છે તે જાણી શકાય છે. દર્દીઓમાં જાગૃતિ આવતા દર મહિને અંદાજે 600 જેટલા દર્દી એચ.બી.એ.વન.સી ટેસ્ટ કરાવતા હોય છે. જ્યારે બ્લડમાં સુગરનું પ્રમાણ જાણવા દર માસે 3000થી વધુ પરિક્ષણ કરાય છે.

આ ઉપરાંત ઓપીડીમાં 3 હજારથી વધુ રેન્ડમ ટેસ્ટ થતા હોવાનું ડો. જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું. ડાયાબિટીસ જીવનશૈલી અને ખાન-પાનને કારણે થતી બીમારી છે જેને અંકુશમાં રાખવામા ન આવે તો કિડની, હ્રદય, આંખ લીવર વિગેરે માટે સમસ્યાનું કારણ બની શકે છે. દર્દીઓએ સુગર લેવલ ઉપર નજર રાખવી જરૂરી છે અને એ મુજબ ડોકટરની સલાહ અનુસાર સારવાર લઈ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય છે તેમ તબીબોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...