તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:‘અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીની સફળતાને જિલ્લા સ્તરે વિસ્તારાશે’

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
જિલ્લા ભાજપના નવા હોદેદારોની પ્રથમ બેઠકમાં વ્યૂરચના અમલમાં મૂકવા નિર્ણય - Divya Bhaskar
જિલ્લા ભાજપના નવા હોદેદારોની પ્રથમ બેઠકમાં વ્યૂરચના અમલમાં મૂકવા નિર્ણય
 • અેકજૂટ થઈને લક્ષ્યાંકો સિદ્ધ કરવા મનોમંથનની જરૂરિયાત પર ભાર મૂકાયો

ભુજ સ્થિત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદેદારોને અાવકારી શુભેચ્છા અાપવા પ્રથમ બેઠક મળી હતી, જેમાં અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં અત્યંત મહત્ત્વપૂર્ણ સફળતા અપાવનારા પેજ સમિતિના સભ્યો બનાવવાની રણનીતિની નોંધ પ્રદેશ સહિત રાષ્ટ્રીય કક્ષાઅે પણ લેવાઈ રહી છે, જેથી અાગામી દિવસોમાં અે વ્યૂરચનાનો અમલ અને ફલક જિલ્લા સ્તરે વિસ્તારવા નિર્ણય લેવાયો હતો. જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, સંગઠન અે સાચા અર્થમાં પ્રજા અને સરકાર વચ્ચેનો મજબૂત સેતુ છે, જેથી અાપણે સાૈ અેકજૂટ થઈને પક્ષે અાપણા ઉપર મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા મંડી પડશું. સાંસદ વિનોદ ચાવડાઅે જિલ્લા ભાજપની વરીષ્ઠ ટીમમાં જોડાઈને કામ કરવાને સાૈભાગ્યની વાત ગણાવી હતી.

અાગામી દિવસોમાં કચ્છ જિલ્લા ભાજપ નવા શિખરે પહોંચશે અેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવેઅે સંચાલન કર્યું હતું અને અાગામી કાર્યક્રમોની માહિતી અાપી હતી. બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજી હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના હોદેદારો હાજર રહ્યા હતા. અેવું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ ઈનચાર્જ સાત્વિકદાન ગઢવીની અખબારી યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો