તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ તાલુકાના ખાવડા નજીક હારૂનવાંઢમાં તહેવારોના દિવસમાં ગૌચર જમીન પર ભેંસના વાડા બનાવવા મુદ્દે કાકાઇ ભાઇઓ વચ્ચે મારામારી થઇ હતી જેમાં પિતા-પુત્રનું ઢીમ ઢાળી નખાયું હતું. બંનેનું સ્થળ પર જ મોત નિપજયું હતું તો સામે પક્ષે પણ ત્રણ શખ્સોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ખાવડા પોલીસ મથકે છ શખ્સો સામે હત્યાની કલમ તળે સત્તાવાર ફરિયાદ નોંધાઇ હતી.પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, હારૂનવાંઢમાં રહેતા હાજીમલુક ઇસ્માઇલ સમાએ ફોજદારી નોંધાવી હતી કે, પચ્ચીસ દિવ્સ પૂર્વે નાના દીનારા ગામે આવેલા હારૂનવાંઢની સીમમાં ગૌચર જમીનમાં ગાયો ચરાવવા બાબતે મોટાભાઇ બીલાલ ઇસ્માઇલ સમા અને તેના પુત્ર વાયદ બીલાલ સમાનો ગામના જ કાકાઇ ભાઇ દાઉદ જુમા સમા અને હમીદ અબ્દુલકરીમ સમા, રાયબ જુમા સમા, હકીમ રાયમ સમા સાથે બોલાચાલી થઇ હતી જે બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવાયો હતો.
શનિવારે ફરીયાદી પોતાની બોલેરો નંબર જીજે 12 સીજી 2343 લઇને હારૂનવાંઢથી ખાવડા જવા નીકળ્યા ત્યારે ફોન અાવ્યો હતો કે હારૂનવાંઢની સીમમાં ભીલાલ ઇસ્માઇલ સમા તથા ઇશાક ભીલાલ સમા ઉપર ગામના જ હમીદ અબ્દુલરહીમ સમા, દાઉદ જુમા સમા, હકીમ રાયબ સમા, સોયબ રાયબ સમા, જુસબ દાઉદ સમા, રાયબ જુમા સમાએ કુહાડી, ધારીયાથી હુમલો કરી હત્યા નિપજાવી છે. દાઉદ જુમા, હકીમ રાયબ અને સોયબ રાયબને ઇજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે અબ્દુલહમીદ, જુસબ અને રાયબ જુમા નાસી ગયા છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.