તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે અરવિંદ કેજરીવાલની ‘આમ આદમી પાર્ટી’એ પણ 11 વોર્ડની 44 બેઠક ઉપર 25 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ગુરુવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે દાવો કર્યો હતો કે, ‘આપ’ સત્તા ઉપર આવશે તો 2024 સુધીમાં શહેરની તમામ સમસ્યાનો નિવેડો લાવી દેશે. એટલું જ નહીં પણ 25 ઉમેદવારોમાંથી 24 ઉમેદવારો જીતીને સત્તા હાંસલ કરશે એવો હુંકાર પણ કર્યો હતો. જોકે, માધ્યમોને માહિતી આપતી વખતે ક્યાંક ક્યાંક ભુજ નગરપાલિકાની હયાત વ્યવસ્થા, વ્યવસ્થાની ઉપેક્ષા અને મૂળ વોર્ડર સિસ્ટમથી અજ્ઞાનતા છતી થઈ ગઈ હતી. પરંતુ, એકંદરે કંઈક કરી છૂટવાનો અદમ્ય જુસ્સો જોવા મળ્યો હતો.
આમ આદમીનો ચૂંટણી ઢંઢરો
સર્વશ્રેષ્ઠ પાણી વ્યવસ્થા
સર્વ શ્રેષ્ઠ ગટર વ્યવસ્થા
સર્વ શ્રેષ્ઠ રોડ લાઈટ વ્યવસ્થા
સર્વે શ્રેષ્ઠ રોડ વ્યવસ્થા
ભુજ એટલે સર્વે શ્રેષ્ઠ પર્યટન સ્થળ
શ્રેષ્ઠ પાર્કિંગ વ્યવસ્થા
ઢોર માટે માનવીય વ્યવસ્થા
વિકાસમાં નાગરિકોને સાથે રખાશે
સર્વશ્રેષ્ઠ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ
સર્વશ્રેષ્ઠ હમીરસર તળાવ
ર્વેશ્રેષ્ઠ સ્વાસ્થ્ય વ્યવસ્થા
ગલ્લા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા
સર્વશ્રેષ્ઠ પરિવહન વ્યવસ્થા
હિલાઅો માટે સર્વેશ્રેષ્ઠ જન સુવિધા
વિલુપ્ત થતા તળાવને જીવંત કરવા
રિક્ષા ચાલકો માટે સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા
ફકત 24 ઉમેદવારોની યાદી જાહેર કરી શક્યા
વોર્ડ ઉમેદવાર
1. અલીમામદ હાસમ સમા, રોશનબેન જુસબ સમા, હફીઝાબેન કાસમ સમા
2. કાસમ નૂરમામદ ચાકી
3. મહેશ્વરી રામજી આશાભાઈ, રફીક સાલેમામદ કુંભાર, જવેર કાનજી ભીલ, મનુબેન અરજણ વાઘેલા
4. નેહલ દિલીપ વૈદ્ય, વનરાજસિંહ અમરસિંહ વાઘેલા, અવની લક્ષ્મીકાંત ભાટિયા
5. ગોર શિલ્પા ઉડયન, મયુર ગિરિશ પેથાણી
6. ક્રિષ્ના વિરલ ઠક્કર, પ્રિજેશ દામજી રાજગોર
8. રાજેશ રતનશી જબુઆણી, અંકિતા મયંક ધોકાઈ, મંજુલા ગાંગજી બુચિયા, પ્રકાશ હરીલાલ સિંધલ
10. ગુલબાનુ કાસમ લુહાર, સોહેલ ઉમર રાઠોડ, અમીત મણીલાલ ગોર, અંકિતા કીર્તિ નાકર
11. શીતલ હિરલપુરી ગોસ્વામી
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.