તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અરવિંદ કેજરીવાલની ‘આમ આદમી પાર્ટી’ દ્વારા ભુજ નગરપાલિકાની ચૂંટણી માટે 40 ઉમેદવારો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 20 ઉમેદવારો પસંદ કરાયાનો દાવો કરાયો છે. જેમને બુધવારે સાંજે ભુજના હૃદય સમાન હમીરસર તળાવ પાસે રાજકીય કારકિર્દી દરમિયાન ભ્રષ્ટાચાર ન કરવા શપથ લેવડાવાયા હતા, જેમાં ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં ડો. નેહલ વૈદ્ય ઝંપલાવશે અેવું પણ જણાવાયું હતું.
અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ભુજની સ્થાપનાની ઐતિહાસિક ખીલીના દર્શન કરી અને પ્રચાર નો પ્રારંભ કરાવ્યો હતો. બધાજ ઉમેદવારોએ ભુજની ધરતીને નમન કરી અને ઈમાનદારીપૂર્વક શાસન આપવાની જવાબદારી લીધી હતી. દરેક સમસ્યાનો હલ ભ્રષ્ટાચારમુક્ત શાસન છે. એવું આમ આદમી પાર્ટીની વિચારધારા જણાવે છે.
આપ પાર્ટીના ભુજ શહેર માટે 40 ઉમેદવારો અને 20 ગ્રામ્ય સ્તરે ઉમેદવારોએ હાજરી આપી હતી. આ પ્રસંગે રાજ્ય સ્તરેથી સંગઠન મંત્રી રમેશ નાભાણી, દિલીપ યાદવ હાજર રહ્યા હતા. કચ્છના કે. કે. અન્સારી, ડો નેહલ વૈદ્ય, રોહિત ગોર, રાજેશભાઈ પીન્ડોરિયા, ગિરિરાજસિંહ જાડેજા, ચિંતન ઠક્કર, વનરાજસિંહ વાઘેલા, રાજ ચંદે, લાલાભાઈ ઠકોર, શોભાના બેન ઠાકોર, શીતલબેન ગોસ્વામી, અવની ભાટિયા, નિરાલી ટાંક, દિવ્ય રાજસિંહ ચુડાસમા, અલ્પેશ પિંદોરિયા, રવી સોની, પપ્પુભાઈ સિંધલ સાથે અનેક કાર્યકરો એ હાજરી આપી હતી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.