તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • A Youth From Kutch Was Arrested In Dist. After Calling The President And Informing Him About The Situation In The Village, The President Said, "You Are Right But We Cannot Speak As We Are In The Government."

વાઇરલ:કચ્છના એક યુવાને જિ.પં. પ્રમુખને ફોન કરી ગામડાની સ્થિતિથી અવગત કરાવ્યા, તો પ્રમુખે કહ્યું-'તમારી વાત સાચી છે પણ અમે સરકારમાં હોવાથી બોલી નહીં શકીએ'

ભુજ2 મહિનો પહેલા
  • ગળપાદરના જાગ્રત નાગરિકે વેક્સિનેશનના ઓનલાઇન રજિસ્ટ્રેશનને લઈ સવાલ ઉઠાવ્યા

કોરોના મહામારીમાં સૌથી વધુ જો કોઇ ચર્ચામાં હોય તો એ છે ચૂંટાયેલા પ્રતિનિધિ, કેમ કે ચૂંટણી સમયે પ્રજા વચ્ચે રહેતા નેતાઓ આજે સરકાર સામે નિઃસહાય હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. હા, કોઇ બોલતું નથી એ અલગ વાત છે, પરંતુ વાસ્તવિક્તા એ છે કે ઉપર કોઇનું કાંઈ ચાલતુ પણ નથી અને એમાંય કચ્છ જિલ્લાના નેતાઓ તો આમ પણ ગાંધીનગરને સાચું કહેવામાં પાછીપાની કરતા હોય એવી સ્થિતિ સર્જાઈ છે. જોકે કચ્છમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેટલા નિઃસહાય છે એ કોરોના મહામારી સામે કચ્છની મદદ માટે એનો બોલતો પુરાવો આપ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખના એક વાઈરલ ઓડિયો...

ગળપાદરનો એક યુવાન તેમને ફોન કરી ગામડાની સાચી સ્થિતિથી અવગત કરે છે, પરંતુ વેક્સિન સહિતના મુદ્દે તમામ રજૂઆતો સાંભળી જિલ્લા પંચાયત પ્રમુખ એટલું જ કહે છે, અમે સરકારમાં બેઠા છીએ, કાંઇ બોલી નહીં શકીએ, પણ તમારી વાત સાચી છે કે ઉપરથી જ વેક્સિન આવતી નથી.

ઉપરથી જ ન આવતી હોવાનો સ્વીકાર
એક તરફ રાજ્ય સરકારે 'મારું ગામ કોરોનામુક્ત ગામ' અભિયાન શરૂ કર્યું છે, પરંતુ ગામડાંની સાચી સ્થિતિ વર્ણવતા ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામના જાડેજા રાજેન્દ્રસિંહ ફોન કરે છે અને ગામડાંમા વેક્સિનની કામગીરી ઝડપી બનાવવા રજૂઆત કરે છે, પરંતુ બહેન નિઃસહાય થઇ ઉપરથી જ આવતી નથી અને આખા કચ્છમાં માત્ર 9 હજાર લોકોને જ વેક્સિન અપાતી હોવાનો સ્વીકાર કરે છે.

સરકારમાં બેઠા છીએ એટલે કાંઈ બોલી નહીં શકીએ
એવું કહી સાચી સ્થિતિ અંગે વર્ણન કરે છે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં એકપણ વ્યક્તિનું ઓક્સિજનના અભાવે મોત ન થયું હોવાના નિવેદનનો વિરોધ કરી જેમણે સ્વજનો ગુમાવ્યાં છે તેમને પૂછો એવા સવાલના જવાબમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબહેન કહે છે, તમારી બધી વાત સાચી, પણ સ્થિતિ આવી છે. યુવાન આગળ વધતા પર રજૂઆત સાથે ચૂંટણી સમયે તમને ખોબેખોબે મત આપ્યા હોવાની વાત કરે છે, પરંતુ બહેન કહે છે, અમે રજૂઆતો તો કરીએ છીએ, પરંતુ સરકારમાં બેઠા છીએ એટલે કાંઇ બોલી નહીં શકીએ.

નેતાઓ કાંઈ કરી શકે તેમ નથી
ગામડાંમા ઓનલાઇન વેક્સિન રજિસ્ટ્રેશન કેમ શક્ય બનશે? ગામડાંમાં વેક્સિનેશન વધારવું જોઇએ આવા અનેક સવાલો સાથે યુવાન કચ્છની સાચી સ્થિતિ અંગે પોતાની વેદના રજૂ કરે છે, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાણે માત્ર કાગળ પર ચૂંટાયા હોય તેમ કાંઇ જવાબ આપવાની સ્થિતિમાં તો નથી જ, પરંતુ ઉપરથી બધું થતું હોવાથી તમામ નેતાઓ કાંઇ કરી શકે તેમ નથી એવું જિલ્લા પંચાયત પ્રમુખ કહે છે.

ગુજરાતના ઘણા નેતાઓ આજકાલ ટ્રોલ થઇ રહ્યા છે. સ્વજનો અને સ્નેહીઓ ગુમાવનારા હવે સરકાર અને તેના ચૂંટાયેલા પ્રતિનિધિઓના જૂઠાણાંને ખુલ્લાં પાડી રહ્યા છે. કચ્છમાં કોરોના મહામારી સામે લડવા કચ્છ સજ્જ હોવાના દાવાઓ થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...