દેશપ્રેમ:ભુજના મીરજાપરની યુવતી BSFની કપરી તાલીમ મેળવી સેનામાં જોડાઈ

ભુજ3 મહિનો પહેલા
  • ઉર્વશી ગુસાઈએ ગત મહિને પોતાની બીએસએફની કઠિન ટ્રેનિંગ પૂર્ણ કરી
  • ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ઉર્વશીબેન પોતાની પ્રથમ પોસ્ટિંગ માટે રવાના થ

ગુજરાતના સૌથી મોટા કચ્છ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી સેના અને અન્ય લશ્કરી દળોમાં જોડાતા યુવાનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કચ્છના માંડવી તાલુકાના અનેક ગામોના યુવાનો સેનામાં જોડાયા છે તો આ બીજા અનેક યુવાનો તેના માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. પણ હાલમાં જ સૌપ્રથમ વખત કચ્છની યુવતીએ બોર્ડર સિક્યોરિટી ફોર્સની (સીમા સુરક્ષા બળ) પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ, ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાની પોસ્ટીંગ મેળવી છે.

કચ્છના ભુજ તાલુકાના મિરજાપર ગામની 23 વર્ષીય ઉર્વશી ગુસાઈએ ગત મહિને જ પોતાની બીએસએફની કઠિન ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના ઘર પરત ફરી છે. હવે ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ઉર્વશીબેન પોતાની પ્રથમ પોસ્ટિંગ માટે રવાના થશે.

ઉર્વશીબેને જણાવ્યું હતું કે, તેઓ બીએસએફની પરીક્ષા આપ્યા પહેલા પાંચ વર્ષ એક ફોટો સ્ટુડિયોમાં નોકરી કરતા હતા. તે સમયે ફોન પર સેના અને અન્ય લશ્કરી દળ વિશેના સમાચારો વાંચી તેમને પણ સેનામાં જોડાવાની ઈચ્છા થઈ હતી.

બીએસએફમાં ફોર્મ ભર્યા સમયે મે ઘરમાં કોઈને જાણ કરી ન હતી. મેં મારા પિતાને પણ ફક્ત એટલું જ કહ્યું હતું કે સરકારી નોકરીનું ફોર્મ ભર્યું છે. મારી લેખિત અને પ્રેક્ટીકલ પરીક્ષા પૂર્ણ થયા બાદ જ મેં ઘરે જાણ કરી હતી કે હું બીએસએફની ટ્રેનિંગ માટે ઉત્તીર્ણ થઈ છું," તેવું ઉર્વશીબેને જણાવ્યું હતું.

પંજાબ ખાતે એક વર્ષ સુધી ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ ઉર્વશીબેને હાલ પોતાનો પ્રથમ પોસ્ટિંગ મેળવી છે. ઉર્વશીબેને ઉમેર્યું હતું કે. કચ્છ અને ગુજરાતની દીકરીઓ મોટી માત્રામાં લશ્કરી દળોમાં જોડતી નથી પણ તેઓ ઈચ્છે છે કે તેઓ અન્ય યુવતીઓ માટે પ્રેરણા બને અને તેમની જેમ અન્ય યુવતીઓ પણ કચ્છ અને ગુજરાતનું નામ રોશન કરે.

અન્ય સમાચારો પણ છે...