તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:બે માસ પૂર્વે પરણેલી બિદડાની યુવતિએ ગળેફાંસો ખાઇ લીધો

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાના બિદડા ગામે બે માસ પૂર્વે જ પરણેલી યુવતિની ફોન રાખવા મુદ્દે પતિ સાથે બોલાચાલી થતા મનમાં લાગી અાવ્યું હતું, બોલાચાલીના મનદુ:ખે ગળેફાંસો ખાઇ અાપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી હતી. માંડવી પોલીસે બનાવની નોંધ લઇ અાગળની તપાસ હાથ ધરી હતી.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, માંડવી તાલુકાના બિદડા ગામે મંદિરની બાજુમાં રહેતી છાયાબેન ઉમેશગીરી મનસુખગીરી ગોસ્વામીઅે માંડવી પોલીસ મથકે અાપેલી વિગતો મુજબ, પુજાબેન ઉર્ફે પ્રાચીબેન દિવ્યગીરી ગોસ્વામી (ઉવ.20) પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લીધો હતો.

પ્રાચીબેનના લગ્ન બે માસ પૂર્વે જ થયા હતા, હતભાગી લગ્ન પહેલા ફોન ઉપયોગ કરતી હતી અને લગ્ન બાદ ફોન ઉપયોગ કરવા મુ્દ્દે પતિ સાથે બોલાચાલી થઇ હતી, જેના મનદુ:ખે ગળેફાંસો ખાઇ લીધો હતો.

બે માસ પૂર્વે જ પરણેલી નવોઢાઅે અાપઘાત કરી ફાની દુનિયાને અલવીદા કરી દેતા પરીવારજનોમાં અરેરાટી ફેલાઇ હતી. માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી અાગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...