કોરોના મહામારીમાં અનેક લોકો એવા છે કે જેઓ મુશ્કેલીના સમયમાં જરુરિયાતમંદ લોકો અને સરકારને મદદ કરવા આગળ આવ્યા હતા અને આવી રહ્યા છે.ગુજરાતમાં હાલ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અંજારના એક યુવકે કચ્છ જિલ્લામાં રસી રાખવા માટેના ડીપફ્રિઝ બગડે તો નિઃશુલ્ક રિપેર કરી આપવાની તૈયારી બતાવી છે.
અંજારના દેવળીયા નાકે આવેલી ગાયત્રી રેફ્રિઝરેશન નામની દુકાનના માલિક ભાવેશ વિરેન્દ્ર ભટ્ટ દ્વારા વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ કચ્છ કલેકટરને પત્ર અને ઇમેઇલ દ્વારા જણાવ્યું હતું કે, સમગ્ર કચ્છમા જ્યાં પણ રસી રાખવાના ડીપફ્રિઝ બગડશે તો તેનુ સમારકામ કરી ફરી કાર્યરત કરી અપવા માટે નિઃશુલ્ક સેવા આપશે. દેશ બંધુઓ માટે ફરજના ભાગ રૂપે આ કાર્ય કરતા હોવા અંગેની પણ પત્રમાં તેમણે વાત કરી હતી. આ પત્ર મુકયાના અમુક કલાકોમાં જ ભુજ કલેકટરની કચેરીએથી તેમને ફોન આવ્યો હતો અને ભાવેશભાઈને અભિનંદન આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.