તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિલન:યૂપીમાંથી એક વર્ષ પહેલા ગુમ થયેલા યુવકનું કચ્છમાં પરિવાર સાથે મિલન કરાવાયું

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકનો મોટોભાઈ બનારસથી પ્લેનમાં ભાઈને લેવા માટે આવ્યો

પશ્ચિમ કચ્છના છેવાડે આવેલા લખપત તાલુકાના દયાપર પોલીસને ઘડુલી ગામના બસ સ્ટોપ પાસેથી એક અસ્થિર મગજનો યુવાન પેટ્રોલિંગ દરમ્યાન મળી આવ્યો હતો. અને તેની થાણા પર લાવીને પૂછપરછ કરતા તે ઉત્તરપ્રદેશનો હોવાનું માલુમ પડ્યું હતું.

આ વિશે દયાપરના પી. એસ.આઈ. અંકુશ ગેલોતે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્ટાફના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે ઘડુલી ગામના બસ સ્ટેશન પરથી લઘર વઘર હાલતમાં એક યુવક મળી આવ્યો હતો. જેને દયાપર મોલિસ મથકે લાવી પૂછપરછ કરતા તેનું નામ અજય જયસવાલ જણાવ્યું હતું. અને તે ઉત્તર પ્રદેશના ભદોર જિલ્લાના લક્ષ્મીરપુર ગામનો વતની હોવાનું જણાવ્યું હતું. માનસિક રીતે અસ્થિર આ યુવક પરિવારથી વિખૂટો પડી ગયાનું કહ્યું હતું. તેના બયાન પરથી ગૂગલ મેપ પર તેના ગામનું લોકેશન સર્ચ કરી ત્યાંના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેથી ત્યાંની પોલીસે આ યુવકના મોટા ભાઈને શોધી લાવી ફોન પર વાત કરાવી આપી હતી. આ વાત સાંભળી ખુશ થયેલા તેના મોટા ભાઈ વિનોદ જયસવાલ કહ્યું હતું કે હું જલ્દી ભાઈને લેવા આવું છું.

આ વાત થયાના બે દિવસમાજ મળેલા યુવકના મોટા લખપતના દયાપર પોલીસ મથકે પહોંચી આવ્યા હતા. વિનોદભાઈએ જણાવ્યું હતું કે નાના ભાઈ અજયને માનસિક તકલીફ શરૂ થઈ ગઇ હતી, જેની દવા પણ ચાલુ કરાવી હતી. આ દરમ્યાન તે અચાનક ઘરેથી ગાયબ થઈ ગયો હતો, જેની ભારે શોધખોળ આદરી હતી, પોલીસમાં પણ જાણ કરી હતી, જેના એકાદ વર્ષ બાદ તે અમને મળ્યો છે. તેનાથી મિલાપ કરાવવા બદલ પોલીસનો આભાર માન્યો હતો.

વિનોદભાઈએ કહ્યું હતું કે નાના ભાઈના ખબર મળતાજ તાત્કાલિક બનારસ આવી ગયો હતો. ત્યાંથી પ્લેનમાં અમદાવાદની ટીકીટ મેળવી બેસી ગયો હતો. અને અમદાવાદથી ભૂજ ટ્રેનમાં આવ્યો હતો..ઉત્તર ઓરદેશન ખોવાયેલા યુવકનું પરિવાર સાથે મિલાપ કરાવવામાં દયાપર પો. સ્ટાફના જીતુભાઇ પરમાર, દીપક રાઠોડ, વિનોદભાઈ વગેરે સહયોગી બન્યા હતા, એવું ભરતભાઇ ત્રીપાઠીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...