અકસ્માત:ગુંદિયાળી ગામે સામસામે બે બાઇકો ભટકાતાં યુવાનનું મોત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સારવાર પૂર્વે દમ તોડ્યો

માંડવી તાલુકાના ગુંદીયાળી ગામે ગુરૂવારે રાત્રે બે બાઇકો વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર પૂર્વે જ મોત નિપજ્યું હતું. શુક્રવારે કરનાર મોટર સાયકલના ચાલક વિરૂધ ગુનો નોંધાવાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગુંદીયાળી ગામે રહેતા દિલીપસિંહ માધુભા સોઢા નામનો યુવાન ગુરૂવારે પોતાની મોટર સાયકલથી ગામના તળાવ પાસેથી જઇ રહ્યો હતો ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતી બાઇકના ચાલકે હતભાગીની બાઇક સાથે ઘડાકાભેર અકસ્માત કર્યો હતો. જેને કારણે દિલીપસિંહને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઘાયલને તાત્કાલિક માંડવી સરાકારી દવાખાનામાં લઇ જવાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. માંડવી પોલીસ મથકમાં હતભાગી યુવાનના કાકાઇ ભાઇ અજિતસિંહ ડાડુભા સોઢાએ આરોપી બાઇક ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. માંડવી પોલીસે બનાવની નોંધ લઇ અકસ્માત સર્જનાર બાઇક નંબરના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગામમાં બિમારીથી ત્રસ્ત યુવતીનો આપઘાત
માંડવી તાલુકાના ગુંદીયાળી ગામે રહેતી 21 વર્ષીય યુવતી અરૂણાબેન અરજણભાઇ મહેશ્વરીએ માનસિક બીમારીથી કંટાળીને પોતાના ઘરની આડીમાં દુપટ્ટા વળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આત્મહત્યા કરી લેવાનો બનાવ શુક્રવારે સવારે આઠ વાગ્યા પહેલા કોઇ પણ સમયે બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...