અકસ્માત:અંજારમાં છોટાહાથી હડફેટે યુવાનનું મોત

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભીરંડીયારા નજીક ટ્રકની અડફેટ કાર સવાર કંપનીના અધિકારીનું મોત

અંજારમાં બાઈક અને છોટાહાથીના અકસ્માતમાં એકનું મૃત્યુ થયું હતું.જયારે અન્ય એક ઘાયલ થયો હતો. તો, ભુજ તાલુકાના ભીરંડીયારા પાસે સોમવારે સાંજે ટ્રકની ટકકરથી કાર સવાર સોલારીસના અધિકારીનું સારવાર પહેલાં જ મોત નીપજ્યું હતું.

આ અંગે અંજાર પોલીસ મથકેથી અંજારના મફતનગરમાં રહેતા મામદભાઈ હનીફભાઈ ફકીરમામદ ખલીફાએ જણાવ્યું કે, મંગળવારે રાત્રે દૂધ કોલ્ડ્રીંક પીવડાવાનું આયોજન કરાયું હોવાથી તેના માટે કાજુ - બદામની જરૂરીયાત થતાં ફરિયાદીના મિત્ર દાઉદભાઈએ શુકરાન મેમણને ફોન કર્યો હતો. નજેથી તેમણે કહ્યું કે તમે મારી દુકાને કુંભાર ફળિયામાં આવો જેથી ફરિયાદી અને 36 વર્ષીય દાઉદભાઈ બાઈક લઈને જતાં હતા ત્યારે ગંગાકાના વિસ્તારમાં આંબલીવાળા મામાના મંદિર પાસે પહોંચતા સામેથી પુર ઝડપે આવતા એક છોટાહાથીના ચાલકે તેમને અડફેટે લીધો હતો.

જે અકસ્માતમાં બંને રોડ પરથી પડી ગયા હતા. જેમાં દાઉદભાઈને ગંભીર ઈજાઓ થતાં ખાનગી વાહનમાં અમને સારવાર માટે અંજારની ડિવાઈન હોસ્પિટલ અને બાદમાં આદિપુરની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે ફરીયાદીને પગના ભાગે ફ્રેકચર સહિતની ઈજાઓ થઇ હતી. તો, બીજી તરફ સોલારીશ કંપની ખાવડા ખાતે ફરજ બજાવતા અને કંપનીના ક્વાર્ટરમાં રહેતા નવીનભાઇ નાગેન્દ્રભાઇ ચૌધરી (ઉ.વ.52) નામના અધિકારી તેમના કબજાની કારમાં ડ્રાઇવર સાથે ભુજ આવી રહ્યા હતા.

ત્યારે સોમવારે સાંજે સવા છ વાગ્યાના અરસામાં ભીરંડીયારાથી લોરીયા વચ્ચે નવા બનેલા ચેક પાસ્ટથી આગળ સામેથી આવતી ટ્રકના ચાલકે તેમની કારને ટકકર મારતાં નવીનભાઇ ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ લઇ આવતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ખાવડા પોલીસે બનાવની નોંધ લઇને ટ્રક ચાલક વિરૂધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

આદિપુર નજીક ટ્રેનની અડફેટે યુવાનનો જીવ ગયો
અંજાર-મુન્દ્રા રેલવે ટ્રેક પર અંજારથી આદિપુર ફાટક પાસે આદિપુર રોડ પર શનિદેવ મંદિર પાસે આવેલા વેલનાથ નગરમાં રહેતા 18 વર્ષીય સુનીલ ધનજી ભીલ નામના યુવાને કોઈ કારણોસર ટ્રેનની અડફેટે આવી જતાં પગમાં અને છાતીના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવ બાદ હ્ત્ભાગીનું મૃતદેહ પી.એમ. માટે અંજારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
કોડાય પૂલ આગળ ગાયના વાંકે બાઇક ચાલક જખમી
માંડવીના કોડાય પુલ આગળ રોડ વચ્ચે ગાય આડી ઉતરતાં બાઇક પરથી પટકાયેલા મોટા લાયજાના જયંતીભાઇ દેવાભાઇ પટ્ટણી (ઉ.વ.40)ને ફેકચર સહિતની ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.

દેવપર યક્ષ પાસે અજાણી કારની અડફેટે યુવાન ઘાયલ
નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ગામે રહેતા નીતીનભાઇ ધનજીભાઇ લોંચા (ઉ.વ.26) રાત્રીના દસ વાગ્યે લોજ પર જતા હતા. ત્યારે કોઇ અજાણી કારના ચાલકે અડફેટે લેતાં ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

શેરડી-ગઢશીશા વચ્ચે બકરી આડી આવતાં બાઇક ચાલકને ઇજા
નખત્રાણા તાલુકાના કોટડા રોહા ગામે રહેતા નીતીન મનજીભાઇ મહેશ્વરી (ઉ.વ.20) નામનો યુવાન પોતાની બાઇકથી શેરડીથી ગઢશીશા રોડ પર જઇ રહ્યો હતો. ત્યારે અચાનક માર્ગ પર બકરી આડી આવતાં તેને બચાવવામાં બાઇક સ્લીપ થઇ જતાં શરીરે ઇજા પહોંચી હતી. સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...