તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:વેરાવળના યુવકે મુન્દ્રાની કંપનીમાં ગળેફાંસો ખાઇ જીવનલીલા સંકેલી

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અન્ય એક બનાવમાં ટ્રક પરથી નીચે પટકાયેલા પરપ્રાંતીયે દમ તોડયો

મુંદરા મરીન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, વડલા ગામે કંપનીમાં કામ કરતા જુનાગઢના વેરાવળના યુવકે ગળેફાંસો ખાઇ જીંદગી ટુંકાવી દીધી હતી. નીલકંઠ કંપનીમાં વડલામાં રહેતા નરેશ ખીમાભાઇ ચાંદોવા (ઉ.વ.24) (રહે. છાપરી વેરાવળ)વાળાએ ગળેફાંસો ખાઇ લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં તબીબે મૃત જાહેર કર્યો હતો. મુંદરા મરીન પોલીસે કયા કારણોસર આ પગલુ ભર્યું તે દિશામાં આગળની તપાસ હાથ ધરી હતી.

તો બીજી તરફ મુંદરા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, કેપ્ટનસીંગ માનપાલ નાયક (ઉ.વ.43, રહે. ઝનટ નગર, મધ્યપ્રદેશ) 2-11ના રોજ જીઆઇડીસી વિસ્તારમાં ટ્રકમાં રસ્સો બાંધતો હતો ત્યારે નીચે પટકાયો હતો, ઇજાઓ પહોંચતા સારવાર માટે મુંદરા અદાણી હોસ્પિટલમાં ખસેડાયો હતો જે બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાયો હતો. સારવાર દરમિયાન તેણે ગુરુવારે દમ તોડી દેતા મુંદરા પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.

વરસામેડીમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલ બાગેશ્રીનગર-1 માં રહેતી 18 વર્ષીય ભવાની કુમારસ્વામી પોથન્નાપલ્લીએ તા. 5/12ના સવારથી સાંજ સુધીમાં કોઈપણ સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પાંખમાં દુપટ્ટો બાંધી ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગે અંજાર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધો આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો