તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વાગોઠ ચેક પોસ્ટ પરથી માંડવીનો યુવક ડિફેન્સના દારૂ સાથે ઝડપાયો

ભુજ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભુજના હરીપરમાં પ્રોવિઝન સ્ટોરમાંથી 15 બોટલ પકડાયા બાદ બીજો બનાવ
 • બિદડા પાસે 10 બોટલ સાથે શખ્સ પકડાયો, માલ આપનારનુ઼ નામ ખુલ્યું

તાજેતરમાં ભુજના હરીપર ગામે પ્રોવિઝન સ્ટોરમાંથી ડીફેન્સની 15 નંગ બોટલ સાથે ભુજના વેપારી પકડાયો દરમિયાન રવિવારે સાંજે અબડાસા તાલુકાના વાગોઠ ચેક પાસ્ટ નજીકથી મિલિટરી પર્સનલ ઓનલી લખેલ દારૂની બે બોટલ સાથે માંડવીનો યુવક ઝડપાઇ ગયો છે તો, બિદડા ગામના પુલીયા પાસેથી વિદેશી શરાબની 10 બોટલ સાથે યુવક પકડાયો પુછતાછમાં માલ આપનારનું નામ ખુલતાં પોલીસે ઝડપી લેવા તપાસ તેજ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અબડાસાના વાગોઠ ચેક પોસ્ટ નજીકથી વાયોર પોલીસે એક કારને રોકીને ડિફેન્સની દારૂની બે બોટલ સાથે માંડવીના રામરહીશ શેરી મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા મનીષ પ્રવિણચંદ્ર જોષીને પકડી પાડ્યો હતો. તેના કબજામાંથી દારૂની બોટલ સાથે બે હજારનો મોબાઇલ અને કાર કબજે લઇ આરોપી વિરૂધ વાયરો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી તરફ માંડવી પોલીસે બિદડા ગામના પુલિયા નજીકથી વિદેશી શરાબની 10 નંગ બોટલ કિંમત રૂપિયા 3,500 સાથે બિદડાના આરોપી જીતેન્દ્ર અશોકભાઈ મહેશ્વરીને પોલીસે ઝડપી લીધો હતો. તેના કબજામાંથી બાઇક જ્પ્ત કરી પુછતાછ હાથ ધરતાં માલ આપનાર નાની ખાખરના ઋષિરાજસિંહ જાડેજાનું નામ સામે આવતાં પોલીસે બન્ને વિરૂધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં જ ભુજ નજીકના હરીપર ખાતે પ્રોવિઝન સ્ટોરમાંથી ડિફેન્સનો દારૂ ઝડપાયો હતો. ત્યાં અબડાસામાં પણ ડિફન્સનો દારૂ પકડાતાં ડિફેન્સનો દારૂ હવે શહેરો અને ગામડાઓ તેમજ વ્યવસાહી સ્થાનો સુધી પહોંચી રહયો છે.

નાની ખાખરમાં 24 બોટલ પકડાઇ આરોપી નહીં
માંડવી તાલુકાના નાની ખાખર ગામે આરોપી રઘુભા શીવુભા જાડેજાના કબજાના વાડામાંથી પોલીસે 8,400ની કિંમતની વિદેશી શરાબની 24 નંગ બોટલ પકડી પાડી હતી. જ્યારે દરોડા દરમિયાન આરોપી હાથ ન લાગતાં પોલીસે ગુનો નોંધી ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો