તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આપઘાત:માનસિક બીમારીથી કંટાળી ભુજના યુવાન દ્વારા પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ શહેરના સરપટ નાકા વિસ્તારમાં આવેલા આશાપુરાનગરમાં રહેતા યુવાને માનસિક બીમારીથી કંટાળી વહેલી પરોઢે પોતાના ઘરે લાકડાની આડીમાં દોરડો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આશાપુરાનગરમાં રહેતા પરબત ભાઈ શિવજીભાઇ મહેશ્વરી (ઉંમર વર્ષ 42) પોતાના ઘરના આંગણામાં આવેલી આડીમાં દોરડો બાંધી ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. વહેલી પરોઢે બનેલા બનાવ બાદ હતભાગીની પત્નીએ જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જોકે ત્યાં ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. હતભાગી માનસિક બીમારીથી કંટાળી આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું હતું. આપઘાત કરી લેતા પરીનારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો