તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ભોરારા પાટીયે અજાણ્યા વાહનની હડફેટે અંજારના યુવાનનું મોત

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોડા ગામે માલધારીને માર્ગ પર કાળ ભેટી ગયો

મુન્દ્રા તાલુકાના ભોરારા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહનની ટકકરે પગે ચાલીને જણા અંજારના માલધારીનું ગંભીર ઇજાઓ થવાને કારણે મોત નિપજ્યું હતું. અંજાર તાલુકાના ભાદરોઇ ગામના માનાભાઇ લખબીરભાઇ રબારી (ઉ.વ.45) સોમવારે સવારે આઠ વાગ્યાના અરસામાં પગે ચાલીને ટોડા ગામની વાડીએ જતા હતા ત્યારે ભોરારા પાટીયા બસ સ્ટેશન પાસે પાછળથી પુરપાટ આવી રહેલા અજાણ્યા વાહનના ચાલકે ટકકર મારતાં માનાભાઇને માથાના ભાગે ગંભીર ઇજજાઓ થઇ હતી. જેને સારવાર માટે મુન્દ્રાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ સબંધે ટોડા રોડ સ્થિત વાડીમાં પશુપાલનનો વ્યવસાય કરતા હમીરભાઇ અખઇ રબારીની જાણવા જોગ નોંધ પરથી મુન્દ્રા પોલીસે અજાણ્યા વાહન વિરૂધ ગુનો નોંધીને પીએસઆઇ ભાવેશ ભટ્ટે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...