સરહદી કચ્છ જિલ્લાના યુવાનોમાં દેશભાવના છલકતી જોવા મળે છે રાષ્ટ્રસેવા માટે સીમાવર્તી વિસ્તારના યુવાનો તત્પર હોય છે કચ્છનાં ઘણા યુવાનો દેશ સેવા માટે સુરક્ષા દળમાં પણ જોડાયા છે ત્યારે વધુ એક યુવાન કચ્છમાંથી ભારતીય સેનામાં જોડાયો છે મહત્વની બાબત એ છે કે,હાલમાં જ જે ફિલ્મ ઘણી સુપરહિટ થઈ છે તે ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મમાં આ જવાને પાત્ર ભજવ્યું હતું અને જે બાદ હવે દેશની સરહદો પર કચ્છનો નવયુવાન દેશસેવા કરી રહ્યો છે આ વાત પરિવાર સહિત સમગ્ર કચ્છ માટે ગૌરવસમાન કહી શકાય તેમ છે.
આ અંગેની વિગતો મુજબ,વર્ષ 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં ભુજ એરબેઝ પર પાકિસ્તાની સેનાએ બોમ્બમારો કર્યો હતો ત્યારે માધાપરની વીરાંગનાઓએ બોમ્બમારા વચ્ચે ત્રણ દિવસમાં હવાઈપટ્ટી બનાવી હતી જે બાદ આ યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો ત્યારે આ સાચી ઘટના પર ફિલ્મ ભૂજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા બનાવાઈ છે જેનું શૂટિંગ કચ્છમાં પણ કરાયું હતું.સેનામાં જોડાયેલા ભાડા ગામના યુવાન વિજય ગઢવી આ ફિલ્મના શુટીંગમાં એરફોર્સ જવાનનો કિરદાર નિભાવ્યો હતો જે બાદ તેઓ મહેનત થકી ભારતીય સેનામાં જોડાયા છે અને દેશ સેવા કરી રહ્યા છે.
તેમણે પરિવાર અને ગામની સાથે સમગ્ર કચ્છનું ગૌરવ વધાર્યું છે રીલ(અભિનય)લાઈફમાં સૈનિક તરીકે ફરજ બજાવ્યા બાદ વિજય ગઢવીએ રિયલ લાઈફમાં સૈનીક બની દેશની સેવા કરી રહ્યા છે.નાનપણથી જ વિજયભાઈ ગઢવીને રાષ્ટ્રસેવા માટે સેનામાં જોડાવવાની ઇચ્છા હતી અને પ્રેક્ટિસ કર્યા બાદ તાલીમ મેળવી તેઓ હાલ સુરક્ષા દળમાં ફરજ બજાવી રહ્યા છે વિજયભાઈ ગઢવી હિમાચલ ઘાટીમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.