તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભુજમાંથી અપહ્યત યુવાનની હત્યા કુંજીસરમાં જ કરાઇ હતી, 2 આરોપીના રિમાન્ડમાં ખુલાસો, અન્ય બેને પકડવા તપાસ તેજ

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાપરના સુઇ ગામના યુવાનનું ભુજ આરટીઓ ખાતેથી ગાડીમાં અપહરણ કરી હત્યા કર્યા બાદ ભચાઉના કુંજીસર સીમમાં ફેંકી દેવાના ચકચાર બનાવમાં પકડાયેલા બે આરોપીઓના રિમાન્ડ દરમિયાન અન્ય બે આરોપીઓનાખુલ્યા હતા તો, પોલીસની વધુ પુછપરછમાં યુવાનની કુંજીસરમાં કરીને હત્યા કરીને લાશને ગામની સીમમાં ખેજડા વાળા તળાવ પાછળ કાચા રસ્તામાં ફેંકી દીધી હોવાનું સામે આવ્યું હતું તો, અન્ય બે આરોપીઓને ઝડપી લેવા ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ વેગવંતી બનાવી છે.

આ કેસમાં મુખ્ય બે હત્યા રાપરના ફતેગઢના કાના સાજણ રબારી (ઉ.વ.24), અને રાપર તાલુકાના મોડા ગામના પ્રવિણ ઉર્ફે પાલાભાઇ જગાભાઇ રબારી (ઉ.વ.23)ને પોલીસે ફતગઢના વાડી વિસ્તારમાંથી ઝડપી લીધા બાદ આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન રાપરના ફતેગઢના શંકર ઉર્ફે ચકો બધાભાઇ અને રાપરના કીડીયાનગરનો દેવા કરશન રબારીનું નામ સામે આવ્યું હતું. બાદમાં આ બન્નેનું લોકેશન તેમજ ગુના કામે વપરાયેલ વાહન અને હથિયા સહિતની વિગતો ઓકાવા પોલીસે પકડાયેલા આરોપીઓના 6 દિવસ રિમાન્ડ મેળ્યા બાદ ચારેય આરોપીઓએ ભેગા મળીને જીવણ પચાણભાઇ રબારીનું અપહરણ કર્યા બાદ ભચાઉના કુંજીસર ખાતે તિક્ષ્ણ હથિયાર વળે ખૂન કર્યું હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. તો, અન્ય શંકર અને દેવા નામના આરોપીઓને ઝડપી લેવા પોલીસ તપાસ તેજ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો