તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:અંજારના ભુવડ નજીક ટ્રેલર અડફેટે આવી જતા મૂળ મહેસાણાના શ્રમિક યુવાનનું મોત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી નાસી જનારા ટ્રેલર ચાલક સામે પોલીસ ફરિયાદ

અંજાર તાલુકાના ભુવડ ગામ નજીક મૂળ મહેસાણા જિલ્લાના શ્રમિક યુવકનું ટ્રેલરની ટક્કર લાગતા ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અંજાર પોલીસ મથકમાં ટ્રેલર ચાલક વિરુદ્ધ બેદરકારી પૂર્વક ટ્રેલર ચલાવવા બદલ વિવિધ કલમો તળે ફરિયાદ નોંધવામાં આવી હતી.

અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર અને આ કામના ફરિયાદી મૃતકના ભાઈ અરવિંદ રામસંગજી ઠાકોરના જણાવ્યા મુજબ 42 વર્ષીય તેમના ભાઈ પ્રતાપજી ઠાકોર અંજારથી ભુવડ પાસે આવેલી સૂર્યા કંપનીમાં મજૂરી કામ કરતા હતા. તેમની નોકરીના કામે અંજારથી કંપનીમાં જવા માટે ભુવડ સીમના વિસ્તારમાં આવેલી હોટેલ બિહાર આગળ તેઓ અન્ય વાહનમાંથી ઉતરી પગપાળા જતા હતા, ત્યારે હોટેલના ગ્રાઉન્ડમાં ટ્રેલર ન. જીજે12 એટી 6814ના ચાલકે ટ્રેલરને બેદરકારી અને ગફલત ભરી રીતે પુર ઝડપે ચલાવી હતભાગી યુવકે જોરદાર ટક્કર મારી હતી, પેટમાં અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળેજ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી નાશી જનાર ટ્રેલર ચાલક વિરુદ્ધ પોલીસે વિવિધ કલમો તળે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે,

અન્ય સમાચારો પણ છે...