તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી કલા:ગાંધીધામની એક મહિલાએ પોતાના ઘરની દિવાલમાં કોરોના વોરિયર્સને સન્માન આપતું ચિત્ર બનાવ્યું

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વોરીયર્સને દેશના નકશામાં શિવ પાર્વતીના પ્રતીકરૂપ દર્શાવ્યા

દેશમાં કોરોનાના કપરા કાળમાં વિવિધ ફરજ દરમ્યાન સરાહનીય કામગીરી કરનારા કોરોના વોરીયરનું સન્માન અને અભિવાદન કરતા અનેક કાર્યક્રમો યોજાયા છે. પરંતુ ગાંધીધામની એક ગૃહિણીએ કોરોના વોરીયરને અભિવાદન કરવા પોતાના ઘરની દિવાલ પર મોટું ચિત્ર બનાવી "દેશને શિવ-શક્તિ" નું રૂપ આપી આભાર વ્યક્ત કર્યો છે.

ગૃહિણીએ ઘરની દિવાલ પર દેશની અખંડીતતા દર્શાવતું ચિત્ર બનાવ્યું

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના સામે જંગમાં ભારત દેશ એકજુથ બની લડ્યો છે. દેશના લોકોએ સ્વયંભૂ લોકડાઉનના કડક નિયમોનું પાલન કરી દેશભાવના દર્શાવી ત્યારે ખરા અર્થમાં સરાહનીય કામગીરી કરનારા કોરોના વોરિયરનું અભિવાદન કરવા પૂર્વ કચ્છના જોડીયા શહેર એવા ગાંધીધામ-આદિપુર નજીક મેઘપર બોરીચિમાં રહેતા તરૂબેન પ્રજાપતિ નામના ગૃહિણીએ પોતાના ઘરની દિવાલ પર દેશની અખંડીતતા દર્શાવતું ભારત દેશના નકશાનું ચિત્ર બનાવી તેમાં કોરોના વોરીયર તરીકે ફરજનિષ્ઠ આરોગ્ય કર્મચારી, પોલીસ વિભાગ, સફાઇ કામદાર, પત્રકારો, ખેડૂતો, ટીવી માધ્યમો સાથે મોબાઈલનો પણ સમાવેશ કરી અભિવાદન કર્યું છે.

લોકોને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી

ચિત્રને શિવ-શક્તિનું રૂપ આપી તેમાં માસ્ક બનાવી લોકોને માસ્ક પહેરવા અપીલ પણ કરવામાં આવી છે. કોરોના કાળમાં તમામ કોરોના વોરીયર જેમાં મહિલા અને પુરુષનો સમાવેશ થાય છે. જેથી કોરોના વોરીયરને સન્માનિત તેમજ અભિવાદન કરવા અખંડ દેશ રૂપી "શિવ-શક્તિ" ની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...