તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવધાન:કચ્છ જિલ્લામાં એક સપ્તાહ બાદ બે નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 5 થઈ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામુક્ત થયા બાદ જિલ્લામાં ફરી કેસ નોંધાવાની શરૂઆત

કચ્છ કોરોનામુક્ત બન્યા બાદ ફરી આ સપ્તાહથી એક બાદ એક કોરોના કેસની સંખ્યામાં ઉમેરો થઈ રહ્યો છે જેની સાથે લોકોની ચિંતામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લે ગત 5 ઓગષ્ટના કોવિડનો દર્દી સામે આવ્યો હતો ત્યારબાદ 11 ઓગષ્ટના સારવાર હેઠળ રહેલા દર્દીને રજા મળતા જિલ્લો કોરોના રહિત બન્યો હતો.

જિલ્લામાં પણ અન્ય પ્રાંતની જેમ કોરોના સંક્રમણ સંપૂર્ણપણે કાબુમાં આવી ગયો હતો જેના પગલે વહીવટી તંત્રની સાથે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ગત 19 તારીખના રોજ ભુજ તાલુકાના નાથરકુઇ ગામના એક ડ્રાંયવરને કોરોના લાગુ પડતા જિલ્લાનું નામ ફરી કોરોનાગ્રસ્તની યાદીમાં સામેલ થઈ ગયું હતું. આ સપ્તાહ દરમ્યાન આજ સુધીમાં 5 કેશ સક્રિય બનતા તંત્રની સાથે લોકોમાં ચિંતાનો સંચાર થવા પામ્યો છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 12602 પર પહોંચી છે જેમાંથી 12485 દર્દીને સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી જ્યારે 282 લોકોના મૃત્યુ નીપજ્યાં હોવાનું સરકારી રુહે નોંધાયેલું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી જન્માષ્ટમી પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેકટર દ્વારા કોરોના ગાઈડલાઈનની ચુસ્ત અમલવારીની સૂચના સાથે શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે ત્યારે વધી રહેલા કોરોના સંક્રમણથી તંત્રની સાથે લોકોએ પણ સ્વયં જાગૃતિ બતાવવી ઘટે.

અન્ય સમાચારો પણ છે...