તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેબિનાર:ખેડૂતો માટે વૈજ્ઞાનિક ખેતી પર સલાહ અંગે બેંક દ્વારા વેબિનાર યોજાયો

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અેચડીઅેફસી બેંકના હર ગાંવ હમારા અભિયાન અંતર્ગત જેઅેયુના ઉપક્રમે ખેડૂતો માટે ઘઉંના વાવેતર ક્ષેત્રમાં નવી તકનિકી પ્રગતિ પર વેબિનારનું અાયોજન કરાયું હતું, જેમાં ખેડૂતોમાં પાક માટે જરૂરી માર્ગદર્શન અાપવામાં અાવ્યું હતું. અા કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી લગભગ 2500થી વધારે ખેડૂતોઅે ભાગ લીધો હતો. અા પ્રસંગે અેચડીઅેફસી બેંકના ગ્રામિણ બેંકિંગ ગ્રુપના બિઝનેસ હેડ રાજીન્દરકુમાર બબ્બરે ખેડૂતોને થતી લોન માટેની મુશ્કેલી અને અન્ય બેંકિંગ સુવિધાઅોથી માહિતગાર કર્યા હતા. સાથે સાથે બેંક દ્વારા લોન્ચ કરવામાં અાવેલી અેપ્લિકેશન ઇ-કિશાન દ્વારા ખેડૂતો સરળતાથી સહાય કઇ રીતે મેળવી શકે તેની માટે પણ જાણકારી અાપી હતી. અા કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહ સંશોધન વૈજ્ઞાનિક ડો. અે. જી. પાનસુરિયાઅે ઘઉં માટે જમીનની તૈયારી, વાવણી, બીજના પ્રકારો માટેની અલગ-અલગ વૈજ્ઞાનિક તકનીકો અંગે માહિતી અાપી હતી અને સૂચનો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો