તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો સંગમ:ખડીરના ભંજડા ડુંગરે જવા માટે રણ, જળમાર્ગનો અનોખો સંગમ

કકરવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આથમતા સૂર્યના નયનરમ્ય દર્શન સાથે સુરખાબ આ સ્થળની સુંદરતામાં કરે છે વધારો

ધોળાવીરાને વિશ્વ ધરોહર જાહેર કરાયા બાદ પ્રવાસીઓનો સૈલાબ ખડીર તરફ ખેંચાવા લાગ્યો છે આ સ્થળે નવા નવા પ્રવાસન પોઇન્ટ ઉભરી રહ્યા છે ત્યારે આજે આપણે વાત કરવી છે ભંજડા ડુંગરની આ સ્થળે જવા માટે જળ અને રણ માર્ગનો અનોખો સંગમ જોવા મળે છે.

હડપ્પન સાઈટથી પશ્ચિમે રણની વચ્ચે ભંજડો ડુંગર આવેલો છે,અહીં ભંજડા દાદાનું મંદિર છે જ્યાં સ્થાનિક શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.આ ડુંગરની લોકવાયકા એવી છે કે,ભંજડા પર ડેણો (ભૂતડીઓ)નો વાસ છે.આ ડેણોને રાસ રમવાનો ઘણો શોખ છે જેથી વર્ષો પહેલા રાત્રીના સમયે તેઓ ખડીરના ગઢડા ગામના ઢોલી સ્વ.હાસમ લંઘાને ઉપાડી જતા હતા અને રાસ રમતા આજે પણ તે સ્થળે ઘાસ ઊગતું નથી જ્યારે આસપાસના વિસ્તારોમાં લીલુંછમ ઘાસ જોવા મળે છે.શ્રાપ આપતી વખતે “તને ભંજડાવાળી ડેણો ભરખે “તેવું કહેવામા આવતું જોકે આ અંધશ્રદ્ધા છે જેને હાલમાં કોઇ સમર્થન મળતું નથી.

આ સ્થાનકે જવાના રસ્તાની વાત કરીએ તો,વરસાદ દરમ્યાન રણમાં પાણી ભરાઈ જતા હોવાથી બીએસએફની ચોકી પાસે દાદાનું મંદિર બનાવાયું છે.ભાદરવા મહિનામાં અહીં મેળો ભરાય છે.રણકાંધિથી આ ડુંગર ત્રણ કિમિ દૂર છે.પૂર્વ સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું કે,આ સ્થાનકે જવાના ત્રણ કિમિના રણ વિસ્તારમાં જો પાણી ન હોય તો લોકો વાહનો લઈને આવતા હોય છે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય તો હોડીનો વિકલ્પ છે.રણમાં કેનાલ બનાવી તેમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તો આ રમણીય જળ માર્ગ બની જાય તેવી કુદરતી રચના છે.

જેથી લોકો હોડી દ્વારા પણ આવન જાવન કરી શકે છે.અથવા અહીં પાકો ડામર રોડ બનાવાય તો વાહનચાલકોને સરળતા થાય તેમ છે.આ ડુંગર પર ફોસીલ્સનો ખજાનો છે જેથી સંશોધકો માટે પણ નવો વિષય છે આ સ્થળનો વિકાસ થાય તો નવું પ્રવાસન સ્થળ ઉભરી આવે તેમ છે મહત્વની બાબત એ છે કે,આ સ્થળે આથમતા સૂર્યનું નયનરમ્ય દ્રશ્ય,સુરખાબ જેવા રૂપકડા પક્ષીઓનો જમાવડો અને દાદાનું મંદિર આ ત્રણેય સ્થળો જોવા મળે છે જે અહીંની સુંદરતામાં વધારો કરે છે.

અન્ય સમાચારો પણ છે...