આગાહી:કચ્છમાં કેટલાક સ્થળે આજથી બે દિવસ ઝાપટાની સંભાવના

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં મહદઅંશે ઉઘાડ વચ્ચે ફરી કેટલાક સ્થળોઅે હળવોથી મધ્યમ વરસાદ પડવાની અાગાહી કરવામાં અાવી છે.

હવામાન પોતાના વર્તારા મુજબ મંગળ અને બુધવારે રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ કેટલાક સ્થળે છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે. દરમ્યાન કંડલા, ગાંધીધામ, અંજાર વિસ્તારમાં ચારેક દિવસથી પ્રખર તાપ વરસી રહ્યો છે ત્યારે સોમવારે વધુ અેક વાર કંડલા પોર્ટ 36.4 ડીગ્રી સામે ગુજરાતનું સાૈથી ઉષ્ણ અને અેરપોર્ટ 35.2 ડીગ્રી સાથે ચોથા નંબરનું ગરમ મથક બની રહ્યું હતું. ભુજમાં મહત્તમ તાપમાન 34.4 તથા નલિયામાં 34.0 ડીગ્રી નોંધાયું હતું.

કચ્છમાં વરસાદની ચાતક નજરે રાહ જોવાય છે તે વચ્ચે ઝાપટાની આગાહીથી આશા બંધાઇ છે.

ક્યાં કેટલું તાપમાન

કંડલા પોર્ટ36.4
અમદાવાદ36
વી.વી. નગર35.3
કંડલા (અે)35.2
ગાંધીનગર35
સુ. નગર34.8
ડીસા34.7
વડોદરા34.7
ભુજ34.4
નલિયા34
અન્ય સમાચારો પણ છે...